જો તમારા અથાણામાં પણ ફુગ લાગી જાય છે, તો આ ખૂબ જ સરળ ટિપ્સ અજમાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
અથાણું બનાવવા માટે તમામ મસલાઓને ધોઈ લો અને તડકામાં સૂકવી દો જેથી ભેજને કારણે અથાણું બગડી ન જાય.
અથાણુંને ક્યારેક ક્યારેક સૂર્યપ્રકાશમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી ભેજને કારણે ફુગ લાગવાથી બચાવી શકાય છે.
અથાણું બાનાવ્યા બાદ તેમાં તેલ અને મસાલા સારી રીતે મિક્સ કરો,જો તેલ વધારે હશે તો અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં.
અથાણું બનાવ્યા પછી થોડું વધારે મીઠુંને ઉપથી નાખીને તડકામાં રાખો.અથાણાનાી બરણીને ક્યારેક ક્યાર્ક હલાવતા રહો જેથી મીઠું ઉપરથી નીચે સુધી સારી રીતે મિક્સ થઈ જાય.
અથાણું હંમેશા કાચની બરણી અથવા મિરામિકના વાસણમાં રાખો. તેને પ્લાસ્ટિકનો બોક્સમાં ન રાખો કારણ કે તે અથાણું બગાડી શકે છે.
અથાણું કાઢતી વખતે હાથને સારી રીતે સાફ કરીને સૂકાવી લો,સાથે જે ચમચા વડે અથાણું કાઢવાનું હોય તેને પણ સાફ કરીને સૂકાવી લો.જેનાથી અથાણામાં ફુગ લાગવાનું જોખમ ઓછું થશે.
અથાણું તમે રોજ ખાવ છો તો તે અથાણાની બરણીને વારમવાર ખોલવાનું ટાળવા માટે રોજિંદા ઉપયોગ માટે કાચની નાની બરણીમાં થોડું અથાણું કાઢી લો.
જો થોડી માત્રામાં અથાણું રાખવું હોય તો તેને ફુગથી બચાવવા માટે કાચની બરણીને ફ્રીજમાં રાખો.
અથાણું બનાવવા માટેના મસાલાને તડકામાં સૂકાવીને પેક કરી લો, જેથી તેમા રહેલ ભેજ દૂર થાય અને અથાણું ફુગ લગવાથી બચી જાય.
અથાણું બનાવતી વખતે એકથી બે ચપટી સોડિયમ બેન્ઝોએટ નાખો, આ પ્રિઝર્વેટિવ અથાણાંને ફુગથી બચાવે છે.
અથાણાંને સૂકી અને એવી જગ્યાએ રાખો કે જ્યાં તડકો આવતો હોય, આનાથી અથાણું લાંબા સમય સુધી ચાલે છે.
અથાણાંને વચ્ચે ક્યારેક બરણીમાંથી કાઢી લો અને તેને હલાવતા રહો. આમ કરવાથી અથાણું બગડશે નહીં અને તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકસો.
અથાણાંને બગડતા અને ફુગથી બચાવવા માટે તમે આ રસોડાની ટિપ્સ અપનાવો, અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.