ક્રુડ ઓઈલના ભાવમાં તાજેતરમાં આવેલી તેજીને લીધે સ્થાનિક કંપનીઓ પર દબાણ સર્જાયું છે અને છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં નફાના માર્જીનમાં ફાયદો થયો છે.
કંપનીઓની આવકમાં વૃદ્ધિની ઝડપ ધીમી રહી છે, ગ્રાહકોની માંગ પણ એકંદરે સુસ્ત રહી છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લિસ્ટેડ કંપનીઓની આવક વૃદ્દિના આંકડા 9 ત્રિમાસિક ગાળામાં સૌથી ઓછી રહી છે.
તાજેતરમાં બ્રેન્ડ ક્રૂડની કિંમત આશરે 24 ટકા વધી 92 ડોલર પ્રતિ બેરલ રહી છે, જે જૂનના અંતમાં 74.9 ડોલર પ્રતિ બેરલ રહી હતી. મે,2022થી આ વર્ષના મે સુધી ક્રુડની કિંમત ગગડી હતી, હવે સ્થિતિ વિપરીત છે.
વર્ષ 2022ના બીજા છ મહિના અને વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં ક્રુડ ઓઈલની કિંમત ઝડપભેર વધવાને લીધે ભારતીય ઉદ્યોગ જગતના એબિટા અથવા ઓપરેશનલ માર્જીન પણ વધ્યું છે.