સરકારે કેસીનો અને ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સએ લગભગ 12 ઓનલાઈન રિયલ-મની ગેમિંગ કંપની સામે કાર્યવાહી કરી છે.
તપાસ એજન્સીએ આ કંપનીઓને તેમના રૂપિયા 55 હજાર કરોડના GST બાકી રકમને લઈ નોટિસ પાઠવી છે. આ યાદીમાં ડ્રીમ 11, ગેમ્સ પ્લે 24x7, હેડ ડિજીટલ વર્ક્સનો સમાવેશ થાય છે.
DGGI તરફથી કુલ ગેમિંગ આવક પર GSTની ચુકવણી ન કરવાના સંજોગોમાં નોટિક ઈશ્યુ કરવામાં આવી છે.
ગેમિંગ યુનિકોર્ન ડ્રીમ 11ને રૂપિયા 25 હજાર કરોડના GST બાકી નોટિસ મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે દેશમાંઆપવામાં આવેલા આ સૌથી મોટી રકમની ઈનડાયરેક્ટ ટેક્સ નોટિસ છે.