પાવભાજી રેસીપી : પ્રેશર કૂકરમાં પરફેક્ટ પાવભાજી બનાવવાની રીત


By Vanraj Dabhi06, Feb 2024 11:42 AMgujaratijagran.com

પાવભાજી રેસીપી

પાવભાજી દરેક લોકોને પસંદ હોય છે,તમારે બહાર જેવી જ પાવભાજી ઘરે બનાવવી હોય તો નોંધી લો આ સરળ રેસિપી.

સામગ્રી

તેલ,માખણ,જીરું,હિંગ,ડુંગળી-ટામેટાં,લાલ મરચું પાવડર,આદુ-લસણ-મરચાની પેસ્ટ,ટામેટાની પ્યુરી,મીઠું,હળદર,પાવ ભાજી મસાલો,ધાણાજીરું પાવડર

ભાજીની રેસિપી

ગાજર,સમારેલા કેપ્સીકમ,કોબીજ – લીલા વટાણા,બટાકા,પાણી,લીંબુનો રસ,ધાણાજીરું,તેલ,માખણ,લીલા મરચાના ટુકડા,કોથમીર,પાવ ભાજી મસાલો,કોથમરી.

સ્ટેપ- 1

પરફેક્ટ પાવભાજી બનાવવા માટે એક કૂકરમાં તેલ-માખણ ગરમ કરી તેમાં જીરું,હિંગ,ડુંગળી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 2

હવે તેમાં લાલ મરચું પાવડર,આદું-લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરીને ફ્રાય કરીને પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મધ્યમ તાપ પર પકાવો.

સ્ટેપ- 3

હવે હળદર,પાવભાજી મસાલો,ધાણાજીરું ઉમેરો અને પછી તેમાં ગાજર,કેપ્સિકમ,કોબીજ,લીલા વટાણા,બટાકા ઉમેરી મિક્સ કરી થોડું પાણી નાખીને સારી રીતે પકાવો.

સ્ટેપ- 4

હવે તેમાં કોથમીર,લીંબુનો રસ નાખીને મિક્સ કરીને 2 મિનિટ માટે પકાવી લો,ભાજી તૈયાર છે.

સ્ટેપ- 5

એક તવામાં થોડું તેલ અને માખણ ઉમેરી ગરમ કરો પાવ મૂકીને બંને બાજુ સારી રીતે શેકી લો.

સર્વ કરો

તૈયાર છે આપણી ઢાબા સ્ટાઈલ પાવભાજી તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઇન્સ્ટન્ટ મસાલા ઢોસા રેસીપી : હોમ મેઈડ મસાલા ઢોસા બનાવવાની રીત