ઇન્સ્ટન્ટ મસાલા ઢોસા રેસીપી : હોમ મેઈડ મસાલા ઢોસા બનાવવાની રીત


By Vanraj Dabhi06, Feb 2024 10:35 AMgujaratijagran.com

મસાલા ઢોસા રેસીપી

ઘણા લોકો ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય છે, પરંતુ ઘણી વખત બહાર ફાસ્ટ ફૂડ સારૂ નથી મળતું હોતુ, જો તમને ઢોસા ખાવાનું મન થાય તો તમે ઘરે સ્વાદિસ્ટ અને હેલ્ધી રેસિપી અજમાવી શકો છો.

સામગ્રી

ચોખા,અડદની દાળ,મેથીના દાણા,દહીં,પાણી,મીઠું,ખાંડ,ફ્રૂટ સોલ્ટ,તેલ,માખણ,રાઈ,હિંગ,ચણાની દાળ,સૂકા લાલ મરચા,મીઠા લીમડાના પાન,ડુંગળી,આદુ,લીલા મરચા,હળદર પાવડર,બાફેલા બટેટા,લીંબુનો રસ,કોથમીર,ફુદીના,લસણ,આમલીનો રસ,છીણેલું નારિયેળ.

સ્ટેપ- 1

પરફેક્ટ મસાલા ઢોસા બનાવવા માટે 1 કપ ચોખા અને 1/2 કપ અડદની દાળને 2-3 વાર ધોઈને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી તેમાં 1/2 કપ દહીં અને એક કપ પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો.

સ્ટેપ- 2

હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં એક ચમચી મીઠું,ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી પછી બેટરને ઢાંકીને થોડો સમય રહેવા દો.

સ્ટેપ- 3

હવે એક તવા આગ પર મૂકો અને તેમાં એક ચમચી તેલને સારી ફેલીવીને ગરમ કરો અને પછી તેમાં રાઈ,હિંગ,ચણાની દાળ,અડદની દાળ નાખીને ફ્રાય કરી લો.

સ્ટેપ- 4

હવે તેમાં ચાર બાફેલા અને છૂંદેલા બટાકા,થોડું પાણી,લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરીને બાજુ પર રાખો.

સ્ટેપ- 5

હવે ગ્રાઇન્ડરમાં કોથમીર,ફુદીના,લીલા મરચાં,આદુ,લસણ,આમલીનું પાણી,શેકેલી ચણાની દાળ અને તાજું છીણેલું નારિયેળ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 6

હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને પાતળુ બેટર બનાવીને એક ટેમ્પરિંગ પેનમાં થોડું તેલ,રાઈ,હિંગ,અડદની દાળ એક ચમચી,લીમડાના પાન, સૂકા લાલ મરચા નાખીને થોડું સાંતળીને ટેમ્પરિંગ તૈયાર કરો.

સ્ટેપ- 7

હવે બેટરને હળવા હાથે એક તવા પર એક લાડુ વડે ફેલાવીને ધીમી આંચ પર ઘી નાખીને શેકી લો.

સર્વ કરો

ક્રિસ્પી ઢોસા તૈયાર છે બટેટાનું સ્ટફિંગ ઉમેરી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં સૌથી બેસ્ટ પરાઠા ક્યાં મળે છે, જાણી લો