કાબુલી ચણા,ડુંગળી,ટામેટા,આદુ - લસણ,આખા મસાલા,છોલે મસાલો,ગરમ મસાલો,કસુરી મેથી,હળદર પાવડર,લાલ મરચું પાવડર,તેલ,કોથમીર,
ઘઉંનો લોટ,સોજી,ખાંડ,મીઠું,દહીં,બેકિંગ સોડા,
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ,સોજી,મીઠું,ખાંડ વગેરે ઉમેરીને થોડું પાણી નાખીને લોટ બાંધઈ લો.
હવે એક બાઉલમાં કાબુલી ચણા ધોઈને બાફી લો અને પછી એક કૂકરમાં બધા મસાલા અને ડુંગળી ઉેમેરીને સાંતળી લો.
હવે તેમાં તેમાં ટમેટાની પ્યુરી અને બાફેલા ચણા ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને થોડીવાર પકાવો અને એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
હવે લોટમાંથી નાના નાના બોલ બનાવીને ભટુરે તૈયાર કરી તેલમાં તળી લો.
તૈયાર છે ઇન્સ્ટન્ટ છોલે ભટુરેની રેસીપી,તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.