સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ઓછા રોકાણથી પાછળથી સારું વળતર મળી શકે છે. આવી જ એક યોજના 55 રૂપિયાની છે જેમાં દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે, જાણો શું છે આ યોજના
ભારત સરકાર દ્વારા વૃદ્ધોના જીવનને સરળ બનાવવા 55 રૂપિયાના રોકાણવાળી યોજના શરૂ કરવામાં આવી છે. 55 રૂપિયાની પેન્શન યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે.
આ યોજના હેઠળ તમારે ઓછામાં ઓછું 55 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને સરકાર એટલા જ પૈસા તમારા ખાતામાં જમા કરશે. ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહાય તરીકે દર મહિને 3000 રૂપિયા પેન્શન જમા કરવામાં આવશે.
ઉદાહરણ તરીકે જો તમે દર મહિને 100 રૂપિયા જમા કરાવી રહ્યા છો તો સરકાર દ્વારા પણ તમારા ખાતામાં 100 રૂપિયા જમા કરશે. આ યોજનામાં તમે જેટલી નાની ઉંમરે પૈસા જમા કરાવો છો, તેટલા વધુ લાભો તમને મળી શકે છે.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ 18 થી 40 વર્ષની વયના શ્રમિકો 55 થી 200 રૂપિયા સુધી પૈસા જમા કરાવી શકે છે. 60 વર્ષની ઉંમર સુધી પૈસા જમા કરાવવાના રહેશે. 60 વર્ષની ઉંમર પછી સરકાર દ્વારા દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
તમે નજીકની CSC ઓફિસની મુલાકાત લઈને અરજી કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે PM-SYM ની સત્તાવાર વેબસાઇટ (માનધન) પરથી પણ યોજના માટે અરજી કરી શકો છો.