પર્સનલ લોનની EMI કેવી રીતે ઓછી કરવી


By Kajal Chauhan26, Jun 2025 05:57 PMgujaratijagran.com

આજકાલ અનેક લોકો જરુર પડે ત્યારે તરત પર્સનલ લોન લઈ લેતા હોય છે. કારણ કે તે ઝડપથી મળી જાય છે. જો કે તેનો વ્યાજદર વધારે હોય છે, ચાલો જાણીએ કે તમારી પર્સનલ લોનની EMI ઓછી કેવી રીતે કરી શકાય.

બેંક ટ્રાન્સફર કરો

જો વર્તમાન બેંકનો વ્યાજ દર ઊંચો હોય, તો લોન ઓછી વ્યાજ દર ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરો. આનાથી EMI સીધો ઘટે છે. ટ્રાન્સફર કરતા પહેલા ચાર્જ અને લાભોની સરખામણી કરો.

લોનની મુદત વધારો

જો EMI ચૂકવવાનું મુશ્કેલ હોય તો લોનની મુદત વધારો. આનાથી માસિક હપ્તો ઓછો થાય છે. જોકે કુલ વ્યાજ વધુ હશે, તે બાબત ધ્યાનમાં રાખો.

લોનની મુદત વધારો

જો તમારી પાસે બોનસ અથવા અન્ય આવક હોય તો પ્રી-પેમેન્ટ કરો. આનાથી મુદ્દલ ઝડપથી ઘટશે અને EMI પણ ઘટશે. ઘણી બેંકો પ્રી-પેમેન્ટની સુવિધા આપે છે.

સ્ટેપ-ડાઉન EMI યોજના પસંદ કરો

જો તમારો ક્રેડિટ સ્કોર 750 થી વધુ હોય તો બેંકો ઓછા વ્યાજ પર લોન આપી શકે છે. સારા સ્કોર માટે સમયસર ચુકવણી અને ઓછો ક્રેડિટ ઉપયોગ જરૂરી છે.

ક્રેડિટ સ્કોરમાં સુધારો

જો તમારો ટ્રેક રેકોર્ડ સારો છે, તો બેંક વ્યાજ દર ઘટાડવાનું વિચારી શકે છે. માટે સ્કોર સારો રાખો

આંખમાં થતી સતત બળતરાને ઘટાડવાની રીતો