પાવર ગ્રિડ કોર્પોરેશના બોર્ડે વર્તમાન નાણાકીય વર્ષમાં બોન્ડ મારફતે રૂપિયા 5,700 કરોડ એકત્રિત કરવાના એક પ્રસ્તાવને મંજૂરી આપી છે.
બોન્ડ ઈશ્યુ મારફતે મળનાર ભંડોળનો મૂડીગત ખર્ચની ચુકવણી, સંપૂર્ણ માલિકીની પેટાકંપની/સંયુક્ત સાહસને ધિરાણ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂરા કરવામાં આવશે.
ચાર યોજના પાવરગ્રિડ ભુજ ટ્રાન્સમિશન, પાવરગ્રિડ ખેતડી ટ્રાન્સમિશન સિસ્ટમ, પાવરગ્રિડ મેદિનીપુર જીરાત ટ્રાન્સમિશન સિસ્ટમ અને પાવરગ્રિડ વારાણસી ટ્રાન્સમિશન માટે પણ ફંડનો ઉપયોગ કરાશે
કંપની પ્રથમ તબક્કામાં રૂપિયા 500 કરોડનું ભંડોળ મેળવશે અને ગ્રીન શૂ ઓપ્શન અંતર્ગત વધારાનું રૂપિયા 1,400 કરોડનું ભંડોળ એકત્રિત કરશે.