બટાકા વગર કોઇ પણ શાકનો સ્વાદ અધૂરો રહે છે. આનાથી ઘણા પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. બટાકા જ નહીં પરંતુ તેની છાલ પણ હોય છે ફાયદાકારક. આવો જાણીએ તેના ફાયદા વિશે.
બટાકાની છાલ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે.
બટાકા જ નહીં પરંતુ તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે.
બટાકાની છાલ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેની છાલનો રસ કરચલીઓ અને એજિંગમાં મદદરૂપ સાબિત થાય છે.
બટાકાની છાલ પેટને લગતી સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમાં રહેલું ફાયબર સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.
બટાકાની છાલ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આના ઉપયોગથી વાળ ઝડપથી વધવા લાગે છે અને શાઇન કરે છે.
બટાકાની છાલ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આની છાલમાં ફેટ, કોલસ્ટ્રોલ અને સોડિયમની માત્રા ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
બટાકાની છાલને ચોખ્ખા પાણીમાં ધોઇને ઓવનમાં બક કરી લો. ત્યાર બાદ તેના પર સંચળ, કાળા મરી અને ચાટ મસાલો નાખો. આ રીતે બટાકાની છાલનું સેવન કરી શકાય છે.