બટેટાનો શીરો બનાવાની રીત


By Vanraj Dabhi20, Jan 2024 04:11 PMgujaratijagran.com

બટેટાનો શીરો

વ્રત સ્પેશિયલ બટાકાનો શીરો બનાવવાની ખૂબ જ સરળ અને ટેસ્ટી રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ખૂબ જ સ્વાદિષ્ટ બટેટાનો શીરો પણ સરળતાથી બનાવી શકશો.

સામગ્રી

બાફેલા બટેટા, ઘી, ખાંડ, કેસર,દૂધ, દૂધની મલાઈ, એલચી પાવડર.

સ્ટેપ- 1

બટાકાનો શીરો બનાવવા માટે પહેલા બાફેલા બટાકની છાલ ઉતારીને બધા બટાકાને મેશ કરી લો.

સ્ટેપ- 2

હવે ગેસ પર એક તવો મૂકીને તેમાં ઘી નાખીને ઓગાળીને પછી બધા છૂંદેલા બટાકાને પેનમાં નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 3

હવે બટેટાનું મિશ્રણ સોનેરી થાય પછી તેમાં ખાંડ,કેસર,મિલ્ક ક્રીમ ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને શીરો ઘી છૂટે ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 4

હવે તેમાં ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો, તમારો શીરો સર્વ કરવા માટે તૈયાર છે.ૉ

સર્વ કરો

હવે તેમાં સમારેલા પિસ્તા અને બદામથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત