• નવા બટાકા- અડધો કિલો • મીઠુ- સ્વાદ પ્રમાણે • લાલ મરચાનો પાવડર- અડધી ચમચી • ચાટ મસાલો- અડધો ચમચી • તેલ-જરૂરિયા મુજબ (તળવા માટે)
આલુ ચિપ્સ બનાવવા માટે સૌ પ્રથમ એ વાતનું ધ્યાન રાખો કે, બટાકા નવા જ લેવાના છે. જેનાથી ચિપ્સ વધારે સારી બનશે.
બટાકાને સૌ પ્રથમ છોલી લો અને પછી સ્લાઈસરની મદદથી પાતળી-પાતળી સ્લાઈસમાં કાપી નાંખો. જો તમે ઈચ્છો તો, બટાકાને છોલ્યા વિના કાપી શકો છો.
હવે કાપેલા બટાકાને ચોખ્ખા અને ઠંડા પાણીથી 2-4 વખત સારી રીતે ધોઈ લો. જેથી તેમાં રહેલા સ્ટાર્ચ બહાર થઈ જશે.
હવે એક મોટા વાસણમાં પાણી નાંખીને ઉકાળો અને જ્યારે પાણી ઉકાળવા લાગે, તો તેમાં કાપેલા બટાકાની સ્લાઈસ નાંખીને 2-3 મિનિટ સુધી ઉકાળી લો.
બટાકા ઉકળ્યા બાદ પાણી નીતારીને બટાકાને કોટનના કપડામાં નાંખી દો, જેથી પાણી સૂકાઈ જાય.
હવે આ બટાકાની સ્લાઈસને અલગ-અલગ કરીને તડકામાં સૂકવો. જો તમે ઈચ્છો તો પંખામાં પણ સૂકવી શકો છો.
સૂકાયા બાદ બટાકાની સ્લાઈસને ગરમ તેલમાં તળી લો અને પછી મીઠુ અને જણાવેલા મસાલા નાંખીને મિક્સ કરી લો.