ઓવન વિના ઘરે જ બનાવી શકો છો ગાર્લિક બ્રેડ, બસ ફૉલો કરો આ ટિપ્સ


By Sanket M Parekh28, Jun 2023 03:57 PMgujaratijagran.com

સામગ્રી

• મેંદો • ખાંડ • યીસ્ટ • મીઠું • ઓરિગેનો • ગાર્લિક પાવડર • ચિલી ફ્લેક્સ • માખણ • ચીઝ • બાફેલી મકાઈ • તેલ

બનાવવાની રીત

ઓવનનો ઉપયોગ કર્યા વિના ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ ચોથા ભાગના ગરમપાણીમાં ખાંડ મિક્સ કરીને તેમા યીસ્ટ નાંખીને થોડીવાર માટે છોડી દો.

બાઉલમાં મેંદો નાંખો

જે બાદ એક મોટા બાઉલમાં મેંદો નાંખો અને તેમાં મીઠુ, ગાર્લિક પાવડર અને ઓરિગેનો નાંખીને મિક્સ કરી લો. આ દરમિયાન તમારું યીસ્ટ ફૂલીને તૈયાર થઈ ગયું હશે.

લોટ બાંધો

હવે આ મેંદામાં યીસ્ટ નાંખીને નરમ લોટ બાંધી લો. જે બાદ લોટ પર થોડું તેલ નાંખીને એક વખત પરથી ચોળીને તેને સાઈડમાં રાખી દો. 15 મિનિટ બાદ હાથ ચિકણા કરીને લોટને ફરીથી ચોળી નાંખો.

લોયાનો આકાર આપો

હવે આ લોટના લોયાનો આકાર આપીને એક સાઈડમાં ચીઝ અને કોર્ન નાંખો. જે બાદ કિનારા પર તેલ લગાવીને બીજી તરફથી ફોલ્ડ કરો. જેના પર બ્રશની મદદથી માખણ લગાવી લો. હવે ઓરિગેનો, ચિલી ફ્લેક્સ અને ગાર્લિક પાવડર તેના પર છાંટીને હળવા કટ મારો.

બેક કરો

જે બાદ કઢાઈમાં મીઠુ નાખીને તેને ગરમ કરો. આ દરમિયાન વચ્ચે વાટકી અથવા સ્ટેન્ડ રાખો અને તેના પર ગાર્લિક બ્રેડને રાખીને બેક થવા માટે છોડી દો.

સર્વ કરો

કઢાઈમાં બેકિંગ ટ્રે રાખ્યા બાદ તેના પર ઢાંકણું રાખીને 15 મિનિટ સુધી ગાર્લિક બ્રેડને બેક થવા દો. જો બાદ ટ્રે બહાર નીકાળીને તેની સ્લાઈસને પીરસો.

ગુલાબી પથ્થરોથી બન્યું છે અક્ષરધામ મંદિર, જાણો તેની ખાસ વાતો