બટાકાના ફાયદા જાણીને ચોંકશો તમે


By Sanket M Parekh05, Nov 2023 04:04 PMgujaratijagran.com

બટાકાથી નુક્સાન

મોટાભાગના લોકો ફ્રેન્ચ ફ્રાઈસ અથવા ચિપ્સ તરીકે બટાકાનો ઉપયોગ કરે છે. જે સ્વાસ્થ્ય માટે નુક્સાનદાયક નીવડે છે.

બટાકાનો યોગ્ય રીતે ઉપયોગ કરો

જો બટાકાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો તેના ફાયદા પણ છે. બટાકામાં રહેલ કાર્બોહાઈડ્રેટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી અનેક ફાયદા મળે છે.

પોટેશિયમનું પુરતુ પ્રમાણ

બટાકામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે હાર્ટ હેલ્ધ અને મસલ્સ માટે ફાયદેમંદ મનાય છે.

વેટ લૉસમાં મદદગાર

જો બટાકાનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે, તો તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પાચન માટે ઉત્તમ

બટાકામાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ડાઈઝેસ્ટિવ સિસ્ટમને ઠીક રાખવામાં મદદ કરે છે. જેનથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

આંતરડા માટે ફાયદેમંદ

આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ બટાકા ફાયદેમંદ મનાય છે. જેમાં પ્રીબાયોટિક મળી આવે છે, જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને મદદ કરે છે.

ઈમ્યૂનિટી માટે મજબૂત

બટાકામાં વિટામિન-સી પણ મળી આવે છે. જેનાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

Benefits of Travelling : વધારે મુસાફરી કરવાથી સ્વાસ્થ્યને થાય છે આ 5 ફાયદા