ઘણા લોકોને હરવા ફરવાનો ખૂબ જ શોખ હોય છે પરંતુ મુસાફરી કરવી એ માત્ર શોખ નથી પણ એક પ્રકારની કસરત છે. આ દરમિયાન તમે ચાલો છો, દોડો છો અને અનેક પ્રકારની પ્રવૃતિ સાથે પોતાના શરીરને જાગૃત રાખો છો. જેનાથી તમને સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે.
મુસાફરી કરવી એ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. હરતા ફરતા તમે અનેક નવા લોકોને મળો છો, નવી જગ્યાઓને જોવો છો. આ દરમિયાન તમારુ મગજ માહિતી એકત્રિત કરવા વધારે સેલ્સ બનાવે છે.
વધારે મુસાફરી કરવાથી તણાવ પણ દૂર થાય છે. તમે જોયુ હશે કે જ્યારે પણ લોકોના જીવનમાં ટેન્સન વધી જાય ત્યારે તેઓ ફરવા માટે પહાડોમાં જતા રહે છે. જણાવી દઈએ કે ફરવાથી શરીરમાં ખુશીનાં હોર્મોન્સ વધે છે.
મુસાફરી કરવાથી હૃદય સ્વસ્થ રહે છે. જણાવી દઈએ કે હૃદય હુમલાનું મુખ્ય કારણ તણાવ છે. વધારે તણાવથી હૃદયને નુકસાન થાય છે. મુસાફરી કરવાથી તણાવ દૂર થાય છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે.
હરવા ફરવાથી શરીરને આરામદાયક અનુભવ મળે છે. આ દરમિયાન કેટલીક શારિરીક પ્રવૃતિઓ કરવી પણ જરુરી છે. આ માટે તમે આસપાસ ફરી શકો તથા સવારના સમયમાં ચાલવા પણ જઈ શકો છો.
સામાન્ય રીતે એવું જોવા મળતુ હોય છે કે જે લોકો વધારે મુસાફરી કરે છે એ બીજા લોકોની તુલનામાં લાંબુ જીવન જીવે છે. એટલે જ પોતાના વ્યસ્ત જીવનમાં મુસાફરી માટેનો સમય ચોક્કસથી નીકાળો.