ચોમાસામાં ફરવા અને જોવાલાયક લોકપ્રિય સ્થળોની યાદી


By Vanraj Dabhi09, Jun 2025 02:42 PMgujaratijagran.com

બેસ્ટ લોકેશન

ચોમાસાની ઋતુમાં ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો, તમે આ ખૂબ સુંદર લોકેશનની મુલાકાત કરી શકો છો.

લોનાવાલા (મહારાષ્ટ્ર)

લોનાવાલા મહારાષ્ટ્રનું સૌથી વધુ લોકપ્રિય હિલ સ્ટેશન છે, તે વીક એન્ડ ટ્રીપ માટે એકદમ પરફેક્ટ સ્થળ છે.

મેઘાલય - ચેરાપુંજી

વિશ્વના સૌથી વધુ વરસાદી સ્થળોમાંનું એક ચેરાપુંજી છે. આ ઋતુમાં વહેતા ધોધ, ગાઢ જંગલો અને ગુફાઓ જોવા લાયક હોય છે.

મુન્નાર (કેરળ)

કેરળનું આ હિલ સ્ટેશન ચોમાસામાં ચાના બગીચાઓથી ઢંકાયેલું સ્વર્ગ જેવું લાગે છે. અહીંની હરિયાળી, વાદળોથી ઢંકાયેલી ટેકરીઓ અને ઠંડી પવન ચોમાસાનો જાદુઈ અનુભવ આપે છે.

ઊટી (તામિલનાડુ)

ટેકરીઓની રાણી તરીકે ઓળખાતું ઊટી ચોમાસામાં વધુ સુંદર દેખાય છે. નીલગિરિ ટેકરીઓ વચ્ચે આવેલું આ સ્થળ વાદળો અને હરિયાળીથી ઢંકાયેલું છે.

કૂર્ગ (કર્ણાટક)

કૂર્ગને દક્ષિણ ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. આ સ્થળ ચોમાસામાં રોમાંસ અને શાંતિનું સંપૂર્ણ મિશ્રણ છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક ડ્રીમ લોકેશન છે.

ટ્રેનની ટિકિટમાં જેન્ડર ખોટું હોય તો, મુસાફરી કરી શકીએ?