જો તમે ટ્રેન મુસાફરીમાં તમારી ટિકિટ બુક કરતી વખતે તમારી ઉંમર અથવા જેન્ડર વગેરે વિગતો આપવી પડે છે.
જો ટિકિટમાં જેન્ડર કે ઉંમર ખોટું લખાઈ ગયુ હોય, તો તેને બદલી શકાતું નથી.
IRCTC વેબસાઇટ પર ઉંમર કે જેન્ડર બદલવાનો કોઈ ઓપ્શન નથી.
તમે આ ભૂલને કાઉન્ટર પર જઈને પણ તેને સુધારી શકતા નથી.
IRCTCએ ફ્રોડ અને છેતરપિંડીથી બચવા માટે આ કર્યું છે.
આવી સ્થિતિમાં, તમારે ટિકિટ કેન્સલ કરવી પડશે અને નવી ટિકિટ બુક કરવી પડશે.
આ સિવાય બીજું એ કે તમે નજીકના સ્ટેશન પર જાઓ અને CRSને મળો.
ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર (CRS) ટિકિટ પર પોતાની સ્ટેમ્પ લગાવે છે.
આ કાર્ય કર્યા પછી જ તમારી ટિકિટ માન્ય રહેશે, આ માટે તમારે ઉંમરનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે.