શ્રાવણ સુદ આઠમની મધ્ય રાત્રીએ ભગવાન કષ્ણનો જન્મ થયો હોવાથી આ દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તમે જો ગુજરાતના ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માંગતા હોવ તો આ પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત કરી શકો છો.
ભારતના પ્રખ્યાત કૃષ્ણ મંદિરો પૈકીનું એક દ્વારકાધીશ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલ છે.
ગુજરાતના પોરબંદર ખાતે આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.આ મંદિરની કથામાં ભગવાન શ્રીકૃષ્ણના પરમમિત્ર સુદામા સાથે જોડાયેલી છે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રસિદ્ધ મંદિર આવેલું છે.ભાલકા તીર્થ ખાતેનું મંદિર મહાપ્રભુજીના બેઠક તરીકે પણ ઓળખાય છે.
દ્વારકા નજીક દરિયાન વચ્ચે બેટ દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર છે. મંદિરમાં બે પ્રવેશ દ્વાર - સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર છે.
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર આવેલું છે. આ મંદિર 500 વર્ષ જૂનું હોવાનું મનાય છે.
ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોર ખાતે પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર આવેલું છે.રણછોડરાય મંદિરનું નિર્માણ 1772માં થયું હતું.
દ્વારકામાં દ્વારકાધીશ મંદિરથી થોડા અંતરે રુક્મિણી દેવીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર ભગવાન કૃષ્ણના પટરાણીને સમર્પિત છે.