Places in Somnath: સોમનાથ મહાદેવના દર્શન બાદ મંદિરની નજીકના સ્થળોની મુલાકાત કરો


By Vanraj Dabhi05, Aug 2024 12:11 PMgujaratijagran.com

સોમનાથ મંદિર

આજથી શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે.

ભાલકા તીર્થ

આ પવિત્ર તીર્થ પ્રભાસ પાટણ-વેરાવળ હાઇવે પર 5 કિમી દૂર આવેલું છે. આ સ્થળે જરા નામના શિકારીનું તીર ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું હતું.

દેહોત્સર્ગ તીર્થ

આ તીર્થ સોમનાથ મંદિરથી 1.5 કિમીના અંતરે હિરણના કિનારે આવેલું છે.

ગીતા મંદિર

ગીતા મંદિરમાં 18 સ્તંભો છે જેના પર ભગવત ગીતાના 18 અધ્યાયો અંકિત છે. દેહોત્સર્ગ, મહાપ્રભુજીની બેઠક, બલદેવજીની ગુફા, લક્ષ્મીનારાયણ મંદિર અને ભીમેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે.

મહાપ્રભુજી બેઠક

સોમનાથ મંદિર પાસે ગૌલોકધામમાં મહાપ્રભુજીની 84 બેઠકજીઓમાંથી આ 65મી બેઠક પ્રભાસ પાટણ ખાતે આવેલ છે.

શ્રી રામ મંદિર

શ્રી રામ મંદિર ભગવાન રામને સમર્પિત આ મંદિરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2017માં કરવામાં આવ્યું હતું.

અહિલ્યાબાઈ મંદિર

રાણી અહલ્યાબાઈએ 1783માં મૂળ મંદિરથી થોડે દૂર એક નવું મંદિર બનાવ્યું હતું. અહીં એક ભોંયરું છે, જ્યાં સોમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે.

રુદ્રેશ્વર

પ્રભાસ ખંડમાં કેદારેશ્વર તરીકે ઉલ્લેખિત મંદિર વર્તમાન સમયમાં રુદ્રેશ્વર તરીકે ઓળખાય છે. આ નાગર શૈલીનું પશ્ચિમ તરફનું મંદિર 13મી સદીનું છે.

અવધૂતેશ્વર મંદિર

અહીંના શિવલિંગની સ્થાપના રાજા વ્રજ દ્વારા કરવામાં આવી હતી અને વર્તમાન સમયમાં અવધૂતેશ્વર તરીકે ઓળખાય છે.

વેણેશ્વર

13મી-14મી સદીના આ મંદિરમાં શંકુ આકારનો ગુંબજ છે. મંદિર ઉપરાંત અહીં L આકારની વાવ છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Places in Dwarka: દ્વારકા પ્રવાસ દરમિયાન તમને આ માર્ગદર્શિકા ઉપયોગી થશે