ભૂલથી પણ ના ફોડો ચહેરા પરનાં ખીલ, ચહેરો થશે ખરાબ


By Hariom Sharma09, Nov 2023 05:30 PMgujaratijagran.com

ચહેરા પરનાં ખીલ

જ્યારે આપણા ચહેરા પર ખીલ થાય છે ત્યારે તેને ફટાફટ ફોડવાની ઈચ્છા થતી હોય છે કારણ કે તે આપણા દેખાવ પર અસર કરે છે, ખીલ ફોડવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ચેપનું જોખમ

ખીલમાં હાનિકારક બેક્ટેરિયાઓ હોય છે, એવામાં જો તમે તેને ફોડો છો તો તે ચહેરાના અન્ય ભાગમાં પણ ફેલાઈ શકે છે. તેનાથી ચેપનું જોખમ રહે છે.

ઈજા થઈ શકે છે

ખીલમાં એક નાનકડી ગાંઠ હોય છે. જે ખીલ ફોડવાથી બહાર નીકળી આવે છે. પરંતુ તે જગ્યાએ ઈજા કે ખાડો થઈ શકે છે.

નિશાન રહી જાય છે

જો તમે તમારા ચહેરાને દાગ વગરનો જોવા માંગે છો તો ખીલને ફોડવાથી બચવું જોઈએ. ખીલને ફોડવાથી ચહેરા પર દાગ રહી જાય છે.

You may also like

વાળને લાંબા, સિલ્કી અને કાળા બનાવવા માટે અપનાવો આ ઉપાય

આ 5 વસ્તુઓ ખાવાથી વૃદ્ધાવસ્થામાં પણ યાદશક્તિ રહેશે એકદમ શાર્પ

થઈ શકે છે વધારે ખીલ

ખીલને ફોડવાથી તેમાથી નીકળતુ પાણી ચહેરાનાં અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે અને વધારે ખીલ થઈ શકે છે .

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ગળામાં ખરાશની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલુ ઉપચાર અજમાવો