દેશનું એકમાત્ર પોલીસ સ્ટેશન, જ્યાં સાંજ પડતાં જ પોલીસ કર્મચારીઓ બની જાય છે સિંગર


By Sanket Parekh15, Jan 2023 04:40 PMgujaratijagran.com

દેશમાં અત્યારે આ પોલીસ સ્ટેશનની ખૂબ જ ચર્ચા છે, કારણ કે સાંજ પડતાં જ અહીંના પોલીસ કર્મચારીઓ સિંગર બની જાય છે

પૂણેનું લશ્કર પોલીસ સ્ટેશન કામની સાથે જ કર્મચારીઓના ગાવા માટેની પણ પુરી વ્યવસ્થા ધરાવે છે

પૂણે શહેરના છાવણી વિસ્તારમાં આવેલા આ પોલીસ સ્ટેશનમાં અલાયદા મ્યૂઝિક રૂમની વ્યવસ્થા છે. જેમાં કરાઓકે સિસ્ટમ, સ્પીકર અને સાઉન્ડ મિક્સર પણ છે.

દિવસભરની દોડધામ બાદ પોલીસ કર્મચારીઓ આ રૂમમાં આવીને આરામ ફરમાવે છે અને લતા-કિશોરના જૂના હિટ ગીતો સાંભળે છે.

કોરોના બાદ પોલીસ કર્મચારીઓને તનાવમુક્ત કરવા માટે એક મ્યૂઝિક સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

માઈક અને સ્પીકરની વ્યવસ્થા સાથે અહીં ગાવાનો શોખ ધરાવતા પોલીસ કર્મચારીઓ પોતાનો શોખ પૂર્ણ કરી શકે છે.&

આજે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને પટ્ટાવાળા સહિત 15 પોલીસ કર્મચારીઓ આ મ્યૂઝિકરૂમમાં નિયમિત આવતા રહે છે. &

આ હિરોઈનોએ હીરોને છોડીને કર્યા છે પ્રોડ્યુસર્સ જોડે લગ્ન