• પૌવા- 200 ગ્રામ • તેલ-જરૂરિયાત મુજબ • ચણાની દાણ- 2-3 ચમચી • બદામ - 8-10 • સીંગદાણા- 50 ગ્રામ • કાજુ - 6-10 • નારિયેળની છીણ- અડધો કપ • લીલા મરચા- 2-3 કાપેલા • મીઠો લીમડો- 10-15 • કાળી દ્રાક્ષ- 10-12 • મીઠુ- સ્વાદ અનુસાર
સૌ પ્રથમ પૌવાને ચાળીને કડાઈમાં નાંખો અને મધ્યમ આંચ પર તેને થોડી વાર શેકો.
પૌવા શેકાઈ જાય છી તેજ કડાઈમાં 3-4 ચમચી તેલ નાંખો. જ્યારે તેલ ગરમ થઈ જાય, તે તેમાં ચણાની દાળ, અને સિંગદાણા નાંખીને રોસ્ટ કરો.
હવે આજ તેલમાં કાજુ અને બદામ નાખીને ફ્રાય થવા દો. થોડી વાર બાદ તેમાં કાળી દ્રાક્ષ અને નારિયેળની છીણ નાંખીને શેકી લો.
હવે આ કડાઈમાં મીઠો લીમડો અને કાપેલા લીલા મરચા નાંખો અને વગાર કરો. જે બાદ થોડી હળદર નાંખીને મિક્સ કરી લો. હવે તેમાં શેકેલા પૌવા અને ડ્રાય ફ્રૂટ્સ નાંખીને સારી રીતે હલાવીને મિક્સ કરી નાંખો.
પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે તેને ગરમ-ગરમ પણ ખાઈ શકો છો અથવા તેને સ્ટોર પણ કરીને રાખી શકો છો.