આજે પીએમ નરેન્દ્ર મોદી પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે જાણો તેમણે છેલ્લા 5 વર્ષમાં પોતાના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરી છે
વર્ષ 2022માં પીએમ મોદીએ નામિબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડીને જન્મદિવસ ઉજવ્યો હતો
વર્ષ 2021માં પીએમ મોદીએ કોરોના વાયરસ સામે અભિયાન શરૂ કર્યો હતો અને દેશવાસીઓએ ટીકાકરણનો રેકોર્ડ બનાવ્યો હતો
વર્ષ 2020માં પીએમ મોદીના જન્મદિવસે ભાજપ દ્વારા સેવા સપ્તાહ શરૂ કરવામાં આવ્યો હતો. કોરોનાથી પીડિત લોકોને રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું
વર્ષ 2019માં નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાની માતાના આશીર્વાદ લીધા હતા. આ સાથે જ નમામિ નર્મદે મહોત્સવમાં ભાગ લીધો હતો
વર્ષ 2018માં પીએમ મોદીએ પોતાનો 68મો જન્મદિવસ બાળકો સાથે ઉજવ્યો હતો. આ દરમિયાન પીએમએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી