આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. ત્યારે જાણો તેમની સાથે જોડાયેલ રસપ્રદ તથ્યો વિશે
નરેન્દ્ર મોદી હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેઓ બાળપણમાં પોતાના પિતાને રેલવે સ્ટેશન પર ચા વેચવામાં મદદ કરતા હતા
દેશના વડાપ્રધાન બનતાં પહેલાં નરેન્દ્ર મોદીએ 2001 થી 2014 સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી
નરેન્દ્ર મોદી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી છે. તેઓએ 13 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે
પીએમ મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનો મળ્યા છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રનો 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' એવોર્ડ અને સંયુક્ત આરબ અમીરાત તરફથી ઝાયેદ મેડલનો સમાવેશ થાય છે
પીએમ મોદીની વિદેશ નીતિ અમેરિકા અને રશિયા સહિત મોટી વૈશ્વિક શક્તિઓ સાથે ભારતના સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત છે
મોદી તેમની સિમ્પલ અને તપસ્વી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. તે ઘણીવાર દરેકને યોગ અને ધ્યાનના મહત્વ પર ભાર મૂકે છે