મુશ્કેલ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને લીધે ઓગસ્ટમાં ભારતની પ્લાસ્ટિકની નિકાસ વાર્ષિક ધોરણે 6.90 ટકા ઘટીને 34.5 અબજ ડોલર થઈ છે.
ઓગસ્ટ,2022માં કુલ પ્લાસ્ટિકની નિકાસ 37.0 અબજ ડોલર રહી હતી. ફ્લોરિંગ, ચામડા, લેમિનેટ, મેડિકલ પ્લાસ્ટિક, ગ્રાહક અને ઘરેલુ ઉત્પાદન, ફિશનેટ તથા મોનોફિલામેન્ટ, લેખન ઉપકરણ વગેરેની નિકાસ વધી છે.
ભારત વિશ્વમાં પોલીઈથાઈલીન ટેરેફથેલેટ રેજિનના ટોચના પાંચ નિકાસકર્તા પૈકી એક છે. આયાત અને નિકાસ સહિત ભારતના પ્લાસ્ટિંક વ્યાપારમાં ગત એક દાયકામાં પૂરતી વૃદ્દિ જોવા મળી છે.
વર્ષ 2013-14માં 19 અબજ ડોલરની નિકાસ થઈ હતી, જે વર્ષ 2022-23માં 37 અબજ ડોલરની નિકાસ થઈ છે.