દિવાળી વેકેશન 2024 દરમિયાન પરિવાર સાથે ગુજરાતમાં ફરવા લાયક સુંદર સ્થળો શોધતા હોવ તો આ માહિતી તમને ઉપયોગી થશે.
દિવાળી વેકેશન પર તમે વડોદરા નજીક આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકો છો.
દિવાળી વેકેશનમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ, કોકરિયા તળાવ, સાબરમતી આશ્રમ વગેરે જેવા ઘણા જોવા લાયક સ્થળો છે.
દિવાળી વેકેશનમાં તમે જૂનાગઢના ગીર જંગલમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે એશિયાઇ સિંહ નિહાળી શકો છો.
દિવાળી વેકેશન પર કચ્છનું રણ, ધોળાવીરા, ભુજીયો ડુંગર, કાળો ડુંગર વગેરે સ્થળો જોવા લાયક છે.
દિવાળી વેકેશન દરમિયાન તમે રાજકોટમાં રામવન, ઇશ્વરીયા પાર્ક, પ્રદ્યુમન પાર્ક વગેરે ફરવા લાયક સ્થળો છે.
દિવાળી પર તમે ઐતિહાસિક સ્થાપત્ય માટે જાણીતું મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લઈ શકો છો.
દિવાળી પર તમે પંચમહાલ જિલ્લામાં હાલોલથી 6 કિમી. દૂર પાવાગઢની તળેટીમાં આવેલું ઐતિહાસિક પુરાવાઓને આધારે ચાંપાનેર-પાવાગઢનું સ્થળ બહુ પ્રાચીન છે.
દિવાળી વેકેશન પર ગુજરાતમાં ભુજ ખાતે ઐતિહાસિક સ્થાપત્ય અને હસ્તકલા નીહાળી શકો છો.
દિવાળી વેકેશન દરમિયાન તમે ગીરનાર પર્વત, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકો છો.
ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકીનું એક સોમનાથ મંદિર અને તેની આસપાસનો દરિયા કિનારોનો નજારો જોવા લાયક છે.
ધાર્મિક સ્થળોમાં ભગવાન શ્રી ક્રૃષ્ણની નગરી તરીકે જાણીતા દ્વારકાનું જગત મંદિર, ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ વગેરે જોવા લાયાક છે.
ટ્રાવેલ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.