આ દેશોમાં છે ભારતનું ડ્રાઈવિંગ લાઈસન્સનો દબદબો


By Nileshkumar Zinzuwadiya24, Oct 2024 05:40 PMgujaratijagran.com

ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડમાં તમે ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સ પર 1 વર્ષ ડ્રાઈવ કરી શકો છો. ડ્રાઈવિંગ લાઈસન્સ અંગ્રેજી અથવા અધિકૃત અનુવાદમાં હોવું જોઈએ.

કેનેડા

કેનેડામાં ભારતીય લાઈસન્સથી 60 દિવસ ડ્રાઈવ કરી શકો છો.જોકે ત્યારબાદ ત્યાના માર્ગો પર ગાડી ચલાવવા કેનેડાનું ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂરી છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં તમે 3 મહિના સુધી ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સનો ઉપયોગ કરી શકો છો.

જર્મની

જો તમારી પાસે ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સ છે તો જર્મનીમાં 6 મહિના સુધી ડ્રાઈવ કરી શકો છો.

સ્વિત્ઝર્લેન્ડ

સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીય ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે તમે 1 વર્ષ સુધી ડ્રાઈવ કરી શકો છો.

Tourist Places: વિકેંડ પર 2 દિવસ ફરવા માટેની બેસ્ટ જગ્યા