કપિલા, હિરણ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનું નગર એટલે સોમનાથ, આ ગુજરાતનું મહત્વનું તીર્થ અને પ્રવાસન સ્થળ છે. અહીં જો તમે પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તો સોમનાથના આ સ્થળોની મુલાકાત ચોક્કસથી લેજો
સુરજ મંદિરમાં વિષ્ણુ અને લક્ષ્મી, સરસ્વતી સાથે બ્રહ્મા અને પાર્વતી સાથે શિવની મૂર્તિઓ સ્થાપિત છે, આ જગ્યા તમારા પ્રવાસને વધુ આનંદમય બનાવશે
રાજા સાહિલ વર્મા ઘ્વારા નિર્માણ કરવામા આવેલું લક્ષ્મી નારાયણ મંદિર, ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાંનું એક છે. આ મંદિરમા 18 સ્તંભો પર સુંદર કોતરણી કરવામાં આવી છે, જેમાં ભગવાન કૃષ્ણનો પવિત્ર સંદેશ છે.
દેહોત્સર્ગ તીર્થ સોમનાથ મંદિરથી 1.5 કિમીના અંતરે હિરણના કિનારે આવેલું છે. આ જગ્યાએથી ભગવાન કૃષ્ણ નીજધામની દિવ્ય યાત્રા પર નીકળ્યા હતા
ગુજરાતમાં વેકેશન પર જવાનું વિચારતા હોવ તો ભાલકા તીર્થની મુલાકાત અવશ્યથી કરજો. આ સોમનાથના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે
સોમનાથ મંદિર સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. આ મંદિર પર આક્રમણોની ઐતિહાસિક કથા કંડારવામાં આવી છે. જ્યારે પણ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે હિન્દુ ભક્તો દ્વારા તેને ફરી સ્થાપિત કરવામાં આવ્યું હતું
પાંચ પાંડવ ગુફા સોમનાથ મંદિરની નજીક લાલઘાટી ખાતે આવેલી છે. આ મંદિર પાંચ પાંડવો યુધિષ્ઠિર, અર્જુન, મહાબલી ભીમ, નકુલ અને સહદેવને સમર્પિત છે.