શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. તમે સોમનાથ અને તેની નજીકમાં ફરવાનો પ્લાન કરી શકો છો.
સોમનાથમાં સુરજ મંદિરને સૂર્ય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ત્રિવેણી ઘાટ પાસે, લક્ષ્મી નારાયણ મંદિરની નજીક, હિરણ નદીના કાઠે આવેલ છે.
સોમનાથમાં જોવાલાયક સ્થળો પૈકીનું એક લક્ષ્મી નારાયણ મંદિર જે ત્રિવેણી તીર્થના કિનારે આવેલું છે.
ભગવાનશ્રી કૃષ્ણની અંતિમ નજિધામ પ્રસ્થાનલીલા સાથે સંકળાયેલા ભાલકા તીર્થ દેહોત્સર્ગ તરીકે પ્રસિદ્ધ છે.
સોમનાથમાં કેટલાક પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે.જે પ્રભાસ પાટણમાં વેરાવળ હાઇવે આવેલ છે.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ સોમનાથમાં આવેલ છે, શ્રાવણ મહિનામાં આ મંદિરે લોકોની ભારે ભીડ ઉમટી પડે છે.
સોમનાથ નજીક ફરવા જવું હોય તો તમે પાંચ પાંડવોની ગુફાની મુલાકાત લઈ શકો છો.
સોમનાથ મહાદેવના દર્શન કરીને તમે સોમનાથ બીચ પર ફરવા જઈ શકો છો.
સોમનાથમાં ભગવાન શિવનું પૌરાણીક કામનાથ મહાદેવનું મંદિર આવેલ છે.