તમારા પ્રેમમાં મીઠાશ ઉમેરશે, આ 7 જગ્યાઓ, આજે જ પ્લાન બનાવો તમારા લવ્ડ વન્સ સાથે


By Smith Taral02, Jan 2024 01:18 PMgujaratijagran.com

ભારત દેશમાં જેટલું ફરીએ તેટલું ઓછું છે,ભારત દેશ વિશ્વના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનુ્ં એક છે. આમાં હિમાચલમાં આવેલું મનાલી એક પોપ્યુલર ટુરીસ્ય ડેસ્ટીનેશન છે, જો તમે ત્યાં ફરવા જવાનું વિચારતા હોવ તો, આ જગ્યાઓ પર તમારે ચોક્કસથી જવું જોઈએ. અમે કેટલીક એવી જગ્યાઓ લઈને આવ્યા છે, જે તમારી સફરને ખુશનુમાં બનાવી દેશે.

રોહતાંગ પાસ

મનાલીમાં આવેલું રોહતાંગ દર્રા ,સૌથી લોકપ્રીય સ્થળોમાનું એક છે. અહીંયા જૂન મહીનામાં લોકો બરફવર્ષા જોવા આવતા હોય છે. આ સ્થળ તમારા પાર્ટનર સાથે ફરવા માટે પરફેક્ટ છે. અહી તમે સંગીત સાથે લિપ-સ્મેકીંગ ફૂડનો આનંદ લઈ શકો છો અને અહીં કુલ્લુ નદીની શાંતિપૂર્ણ સહેલનો આનંદ પણ માણી શકો છો.

સોલંગ વેલી

જો તમે બરફ સાથે રમવાનું પસંદ હોય, અને રોમેન્ટિક ફોટા કલીક કરવા માંગતા હોય તો મનાલીની આ જગ્યા ફરવા માટે યોગ્ય છે, આ જગ્યા પર તમે પૈરાગ્લાઈડિંગ,ઘોડેસવારી અને ખાસ સ્નો સ્કુટરની મજા માણી શકો છો.

હિડિમ્બા મંદિર

જો તમે તમારી સફરમાં ભગવાનના આશિર્વાદ લેવા માંગતા હોવ તો, હિડિમ્બા મંદિર જઈ શકો છો. આ સાથે આના ઈતિહાસ પણ ખુબ રોચક છે, તમને જાણીને નવાઈ પામશો.

મણીકરણ સાહિબ

આ એક ઐતિહાસિક સ્થળ છે. તે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું છે. મણિકરણ સાહિબ ગુરુદ્વારા શીખોનું ખૂબ પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

કુલ્લુ

મનાલીથી કેટલાક કિલામીટર દૂર કુલ્લુ, પર્વતોથી ઘેરાયેલો છે, અહીંયા તમે પર્વતોની કુદરતી સૌંદર્યની મજા માણી શકો છો.

મનાલી સેક્ચુરી

મનાલી સેક્ચુરી અતિ સુંદર ફરવાલાયક સ્થળ છે, અહી તમે ઘણાં જાનવરોને જંગલમાં વિહરતા જોઈ શકો છો. સવારે અને સાંજે અહીનો નજારો ખૂબજ અદભૂત હોય છે.

ક્લબ હાઉસ

મનાલીમા ફરવા માટે આ પણ ખૂબ મજાની જગ્યા છે, ઘણા લોકો અહીંયા મુલાકાત લેવા માટે આવે છે. તમે અહીંના ભોજનની પણ મજા માણી શકો છો.

મનાલીની આ સુંદર જગ્યાઓને તમે તમારા પાર્ટનર સાથે એક્સપ્લોર કરી શકો છો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

નવા વર્ષની શરુઆત કરો આ અતિસુંદર જગ્યાની ટ્રીપ માણીને, ફોટોઝ લેવા માટેના પરફેક્ટ સ્થળ