શું તમે આ નવા વર્ષે ટ્રીપની પ્લાનીંગ કરી રહ્યાં છો? પણ મુઝવણમાં છો, કંઈ જગ્યા ફરવા માટે યોગ્ય રહેશે? અમે તમારી માટે એવા સ્થળ લઈને આવ્યા છે, જે તમારા નવા વર્ષેને યાદગાર બનાવી દેશે. ભારતની આ ટૂરીસ્ટ પ્લેસ તેના કલચર, હેરીટેજ અને કુદરતી સૌદયૅ માટે પ્રખ્યાત છે. ચાલો વધુમાં આગળ જાણીએ
રાજા મહારાજાઓનું રાજ્ય ગણાતુ આ સ્થળમાં તમે ઉદેપુર, જેસલમેર, જયપુરની મુલાકાત લઈ શકો છો, જ્યાં વિશાળ કિલ્લાઓ, આલીશાન મહેલો, તથા ધાર્મિક સ્થળોની મુલાકાત તમારી માટે આહલાદાયક બની રહેશે.
હિમાચલનો અર્થ થાય છે બરફના ઢોળાવ.આ સ્થળ પણ તમારા નવા વર્ષને ખાસ બનાવી દેશે. શિમલા, મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી,ચંબા,ખજ્જિયાર,કુલ્લુ અને કસૌલી જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ઉત્તરાખંડને 'દેવોની ભૂમિ' કહેવામાં આવે છે. ઉત્તરાખંડ પર્વતોની મનમોહક સુંદરતા અને પૌરાણિક કથાઓની રહસ્યમય ભૂમિ, અને તેના ઉત્કૃષ્ટ લેન્ડસ્કેપ્સથી પર્યટકોને આકર્ષે છે. દહેરાદૂન,મસૂરી, નૈનીતાલ, ઋષિકેશ ઉત્તરાખંડ ફરવા માટેના ઉત્તમ સ્થળો છે.
દેશના દક્ષિણપશ્ચિમમાં આવેલું, ગોવા ભારતનું સૌથી નાનું અને ધનિક રાજ્ય છે. તેને દેશનું બીચ ડેસ્ટીનેશન કહેવામાં આવે છે.ગોવામ તમે જેટ-સ્કીઇંગ, પેરાસેલિંગ, બનાના બોટ રાઇડ્સ, વોટર સ્કૂટર રાઇડ્સ જેવા વોટર એડવેન્ચરસનો આનંદ માણી શકો છો.
કેરલમાં તમે દરિયાકિનારા, સરોવરો, પર્વતમાળાઓ, વોટરફોલ , પ્રાચીન બંદરો, મહેલો, ધાર્મિક સંસ્થાઓ અને વન્યજીવ અભયારણ્યની મુલાકાત લઈ શકો છો.