તમારા બજેટ પ્રમાણે વિદેશના આ સુંદર સ્થળોની મુલાકાત લો


By Vanraj Dabhi12, Dec 2023 10:15 AMgujaratijagran.com

ઓછા બજેટમાં વિદેશની આસુંદર જગ્યાઓની મુલાકાત લો

ગમે તે મોસમ હોય દરેક વ્યક્તિને ફરવાનો શોખ હોય છે. ભારતમાં આવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા ગયા હશો પરંતુ જો તમે ઓછા બજેટમાં કોઈ સારી જગ્યાએ જવા ઈચ્છતા હોવ તો તમે વિદેશમાં આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. આવો જાણીએ.

નેપાળ

વિદેશ ફરવાના શોખીન લોકો માટે નેપાળ ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ છે. અહીં તમે દિલ્હીથી સીધી ફ્લાઈટ લઈ શકો છો. ભારતની બહારની આ સફર પણ તમારા બજેટમાં જ હશે.

સિંગાપુર

સિંગાપોરની નાઈટ લાઈફ ઘણી ફેમસ છે. શિયાળામાં તમે અહીં ઓછા બજેટમાં મુસાફરી કરી શકો છો. હનીમૂન કપલ્સ માટે આ જગ્યા સારી રહેશે.

મલેશિયા

રજાઓ ગાળવા માટે મલેશિયા શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તમે ઓછા ખર્ચે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.

શ્રિલંકા

શ્રીલંકા ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. ત્યાંના કુદરતી નજારા તમારા વેકેશનને વધુ મનોરંજક બનાવશે. તમે અહીં પરંપરાગત ભોજનનો સ્વાદ પણ લઈ શકો છો.

દુબઈ

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો દુબઈ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અહીં તમે ઓછા બજેટમાં ઘણી જગ્યાઓ જોઈ શકો છો.

થાઈલેન્ડ

થાઈલેન્ડમાં તમે બેંગકોકની મુલાકાત લઈ શકો છો. દિલ્હીથી તેનું અંતર લગભગ 4 થી 5 કલાકનું છે. આ એક ખૂબ જ સસ્તું અને સારું સ્થળ હશે.

માલદીવ

માલદીવ ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંની રંગીન દુનિયા તમારી રજાઓની મજા બમણી કરી દેશે. તમે દિલ્હી અથવા મુંબઈથી અહીં સીધી ફ્લાઈટ લઈ શકો છો.

વાંચતા રહો

તમે વિદેશમાં પણ આ સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ વર્ષે લોકોએ સૌથી વધુ કયા દેશોની મુલાકાત લીધી? જાણી લો