રક્ષાબંધન પર ભાઈ-બહેન બંન્ને સાથે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો અહીં વિઝીટ ક


By Vanraj Dabhi29, Aug 2023 04:05 PMgujaratijagran.com

રક્ષાબંધન

આ તહેવાર શ્રાવણ મહિનાની પુનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.

ફરવાનો પ્લાન

આવી સ્થિતિમાં કેટલાક લોકો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય છે, તો જો તમે પણ તમારી બહેન સાથે ક્યાય ફરવા જવાનું વિચારી રહ્યા હોવ, તો તમને કેટલાક સ્થળો વિશે જણાવીશું.

જયપુર

તે પિંક સિટી તરીકે ઓળખાય છે, ઈતિહાસ અને વાસ્તુમાં રસ ધરાવતા ભાઈ-બહેનો માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. અહીં ફરવા માટે સિટી પેલેસ,હવા મહેલ જઈ શકાય છે.

ઋષિકેશ

આ એક ધાર્મિક સ્થળ છે જ્યાં તમે વિવિધ મંદિરો અને આશ્રમોની વિઝીટ કરી શકો છો. આ સિવાય અહીં સાંજે ગંગા આરતીનો લાહ્વો લઈ શકાય છે,તમે અહીં ક્લાઇમ્બિંગ,રિવર રાફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ માટે જઈ શકો છો.

લખનૌ

આ એક ખૂબ જ સુંદર શહેર છે જે તેની ગંગા-જામુની તહઝીબ માટે વિશ્વભરમાં જાણીતું છે. ભાઈઓ અને બહેનો અહીં ઇમામબારા,રૂમી દરવાજા અને અન્ય ઘણા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકો છો અને તમારા ભાઈ-બહેનોને ચિકંકરી ભરતકાનો ડ્રેસ ગિફ્ટમાં આપી શકો છો.

આગ્રા

ઈતિહાસ અને આર્કિટેક્ચરમાં રસ ધરાવતા લોકો માટે આ એક અદ્ભુત સ્થળ છે. અહીં તમે તાજમહેલ,આગ્રાનો કિલ્લો જેવી ઐતિહાસિક ઈમારતો જોઈ શકો છો.અહીંના પેથા ખૂબ પ્રખ્યાત છે, તમે તેનો સ્વાદ માણી શકો છો.

ભોપાલ

તેને તળાવોનું શહેર કહેવામાં આવે છે. અહીં જોવાલાયક અનેક સ્થળો છે, અહીં અપર લેક, લોઅર લેક,ભીમબેટકા,ગોહર મહેલ,બિરલા મ્યુઝિયમની મુલાકાત લઈ શકાય છે.

બનારસ

આ શહેર સાંસ્કૃતિક રીતે ભારતના ભારતગૂંથળને વળગી રહ્યુ છે.તેને બાબા ભોલેનાથની નગરી હોવાનું ગૌરવ છે.અહીં તમે કાશી વિશ્વનાથ મંદિર અને સુંદર ઘાટની મુલાકાત લઈ શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી અને મુસાફરીને લગતા આવા વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગુજરાતમાં ફરવાનો પ્લાન કરો છો, આ જગ્યાઓની અવશ્ય મુલાકાત કરજો