Gandhinagar Places: દિવાળી વેકેશન 2024માં ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોની યાદી


By Vanraj Dabhi20, Oct 2024 11:24 AMgujaratijagran.com

ગાંધીનગર શહેર

ગુજરાતનું પાટનગર હોવાની સાથે દેશની સૌથી ગ્રીન કેપિટલ સીટીમાં ઘણા ફેમસ ટુરિસ્ટ પ્લેસ પણ ફરવા લાયક છે.

દિવાળી વેકેશન

દિવાળી વેકેશન પર તમે ગાંધીનગરમાં ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફરવાનો પ્લાન કરતા હોવ તો આ સ્થળો તમારા માટે પરફેક્ટ છે.

અક્ષરધામ મંદિર

ગાંધીનગરના સેક્ટર 20 ખાતે BAPS દ્વારા 23 એકરમાં અક્ષરધામ મંદિર બનાવવામાં આવ્યુ છે.

અડાલજની વાવ

ગાંધીનગરના અડાલજ ગામમાં આવેલી રૂડીબાઈની વાવનું નિર્માણ 1498માં થયુ હતું, લોકો આ વાવને અડાલજની વાવ તરીકે ઓળખે છે.

ઈન્દ્રોડા પાર્ક

દેશનું એકમાત્ર એવું ઉદ્યાન ઈન્દ્રોડા પાર્ક છે, જેને ભારતનાં જુરાસિક પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.

સરિતા ઉદ્યાન

ગાંધીનગરમાં સૌથી સુંદર સ્થળો પૈકીનું એક સરિતા ઉદ્યાન છે, આ પિકનિક સ્પૉટ તરીકે પ્રખ્યાત છે.

ત્રિમંદિર

ગાંધીનગરના મુખ્ય તીર્થ સ્થળો પૈકી ત્રિમંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે, જે જૈન ધર્મ, શૈવવાદ અને વૈષ્ણવવાદને માને છે.

ફન વર્લ્ડ

ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે ફરવા જવા માટે ગાંધીનગર નજીક બેસ્ટ પ્લેસ જો કોઈ હોય તો, તે ફન વર્લ્ડ બેસ્ટ ઑપ્શન છે.

પુનીતવન

ગાંધીનગરમાં આવેલ પુનીત વન શહેરનું એક આકર્ષક પાર્ક છે. આ વનને પંચવટી વન, નક્ષત્ર વન સહિત 4 વિભાગોમાં વેચવામાં આવ્યું છે.

વિઠ્ઠલભાઈ પટેલ ભવન

ગાંધીનગના મુખ્ય પ્રવાસન સ્થળો પૈકીનું એક વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાજકીય દૃષ્ટિકોણથી પણ આગવું સ્થાન ધરાવે છે.

બૉટનિકલ ગાર્ડન

બૉટનિકલ ગાર્ડનમાં તમને એક બાજુ બગીચો, તો બીજી બાજુ ઔષધીય છોડ પણ જોવા મળી જશે. આ ગાર્ડન દેશના વિવિધ ભાગોમાંથી એકત્રિત કરવામાં આવેલા છોડની લુપ્ત થતી પ્રજાતિઓ માટે જાણીતુ છે.

સંત સરોવર

સાબરમતી નદી પર બનાવવામાં આવેલ સંત સરોવર ડેમ પણ ગાંધીનગરના મુખ્ય પ્રવાસન સ્થળ પૈકી એક છે.

વાંચતા રહો

ટ્રાલેવ સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Diwali Vacation Visit: દિવાળી વેકેશનમાં વડોદરા નજીક ફરવા લાયક સ્થળો