Diwali Vacation Visit: દિવાળી વેકેશનમાં વડોદરા નજીક ફરવા લાયક સ્થળો


By Vanraj Dabhi13, Oct 2024 07:02 PMgujaratijagran.com

વડોદરામાં ફરવા લાયક સ્થળો

દિવાળી વેકેશન 2024 દરમિયાન વડોદરામાં ફરવા માટેનો પ્લાન કરતા હોવ તો જાણી લો બેસ્ટ પિકનિક સ્પોટ વિશે.

આણંદ

આણંદ એ ગુજરાતનું એક સ્થળ છે, જે વડોદરાથી લગભગ 43 કિલોમીટર દૂર છે. આ સ્થળ દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

ઝરવાણી ધોધ

ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં છે અને વડોદરાથી લગભગ 97 કિમી દૂર છે.

જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય

જાંબુઘોડા વન્યજીવન અભયારણ્ય વડોદરાથી લગભગ 75 કિમી દૂર છે અને હાલોલ થઈને રોડ દ્વારા જઈ શકાય છે.

હાથણી ધોધ

વડોદરા નજીકનો બીજો અદ્ભુત ધોધ હાથણી ધોધ છે. તે વડોદરાથી 76 કિલોમીટર દૂર છે.

કબીરવડ

આ ટાપુનું નામ 18મી સદીમાં પ્રખ્યાત કવિ કબીરના નામ પરથી પડ્યું હતું. વડોદરાથી માત્ર 80 કિમી દૂર આવેલું છે, અહીં તમે બોટ રાઈડ મારફ્તે જઈ શકો છો.

ચાંપાનેર

ઐતિહાસિક કિલ્લાઓ અને જૂના સ્મારકોને કારણે વડોદરા નજીક મુલાકાતીઓ માટેનું બીજું પ્રખ્યાત સ્થળ વડોદરાથી માત્ર 49 કિમી દૂર આવેલું છે.

આજવા ફન વર્લ્ડ

વડોદરા નજીકની પરિવાર સાથે શ્રેષ્ઠ મનોરંજનની દુનિયામાંનો આનંદ માણવાનું લોકેશન એક માત્ર આજવા ફન વર્લ્ડ છે.

એસ ક્યુબ વોટર પાર્ક

એસ ક્યુબ પાર્ક વડોદરા નજીકના લોકપ્રિય એડવેન્ચર પાર્કમાંનું એક છે. તેમાં એક પ્રખ્યાત બગીચો અને મનોરંજન રાઈડ છે જે તમારો દિવસ ખરેખર સુંદર બનાવશે.

લક્ષ્મી વિલાસ પેલેસ

દિવાળી પર વડોદરા શહેરના જે.એન માર્ગ, મોતીબાગ પર આવેલા લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત કરી શકો છો.

નીલકંઠ ધામ

વડોદરા ખાતે આવેલ નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરી શકો છો.

કીર્તિ મંદિર

દિવાળી વેકેશન પર વડોદરામાં કોઠી રોડ, ડાક બંગલો, સયાજીગંજ ખાતે આવેલ કીર્તિ મંદિરની મુલાકાત લઈ શકો છો.

સયાજી બાગ ઝૂ

વડોદરાના વિનોબા ભાવે રોડ, કાલા ઘોડા પાસે, ડાક બંગલો, સયાજીગંજ ખાતે આવેલ સયાજી બાગ ઝૂની મુલાકાત કરો.

બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી

દિવાળી પર વડોદરામાં કમાટીબાગ, ડાક બંગલો, સયાજીગંજ ખાતે આવેલ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની વિઝીટ કરો.

સુર સાગર તળાવ

સુર સાગર વડોદરા શહેરના મધ્યમાં આવેલ તળાવ છે, જે હરહંમેશ પાણીથી ભરપુર રહે છે.દિવાળી પર અહીંનો નજારો જોવા લાયક હોય છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

During Diwali Visit: દિવાળી વેકેશનમાં રાજકોટ નજીક ફરવા લાયક સ્થળો