એવું કોઈજ વ્યક્તિ હશે જે વિદેશની ટ્રીપ કરવા માંગતું ના હોય, વિદેશ પ્રવાસનો દરેકને હરખ હોય છે પણ તેની માટે સૌથી જરુર છે વિઝા. હા, લગભગ દરેક દેશ પોતાના દેશમાં આવવા માટે વિઝાની માંગ કરે છે, જોકે આજે આપણે કેટલાક એવા દેશોની વાત કરીશું જેમા તમે વિઝા વગર પ્રવાસ કરી શકો છો. તો ચાલો જાણીએ
વિઝા વગર તમે ઈન્ડોનેશિયા દેશમા પ્રવાસે જઈ શકો છો. આમાં ફરવાલાયક ઘણા એવા સ્થળો છે જેની મુલાકાત લઈને તમને ખૂબ આનંદ આવશે.
નેપાળમાં પણ ફરવા માટે કોઈ વિઝાની આવશ્યકતા રહેતી નથી. અહીંયા મનમોહક કુદરતી નઝારો જોવા માટે બેસ્ટ છે. નેપાળમાં તમારે એક ડોક્યુમેન્ટની જરુર પડશે જે તમારા ભારતીય નાગરીકતાને પ્રમાણિત કરે.
અહીંયા તમે એશિયાની સૌથી મોટી ગુફાઓને એક્સપ્લોર કરી શકો છો. આ પણ એક વિઝા-ફ્રી દેશ છે, આ દેશમાં એવા ઘણા સુંદર સ્થળો છે, જેનો અનુભવ તમે લઈ શકો છો.
જો તમે જંગલોની સુંદરતા જોવાના શોખીન હોવ તો મલેશિયાની સેર કરવા જઈ શકો છો. તમને વગર વિઝા અહીંયા એન્ટ્રી મળી જશે.
ભારતના નાગરીકો વિઝા વગર થાઈલેન્ડની પણ મજા માણી શકે છે. અહીંના ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ત્યાની સરકારે આ નિર્ણય લીધો હતો.
અહીં ફરવાલાયક ઘણી જગ્યાઓ આવેલી છે, જેને તમે વિઝા વગર એક્સપ્લોર કરી શકો છો.