સમોસાની વાત આવે ત્યારે આપણા મોંઢામાં પાણી આવી જતુ હોય છે. ગરમા ગરમ સમોસા ચટની અને સોસ સાથે ખૂબ જ સ્વાદીષ્ટ લાગતા હોય છે. આ સ્ટોરીમાં આપણે અમદાવાદની કેટલીક એવી જગ્યાઓ વિશે વાત કરીશું જ્યા સિટીના બેસ્ટ સમોસા મળે છે. ચાલો તો જાણીએ
જો તમે કોઈને પૂછશો કે અમદાવાદમાં બેસ્ટ સમોસા ક્યાં મળશે, તો તેઓ ગીતા સમોસાનું નામ આપશે. ગીતા સમોસાની ચટણી ખુબ ટેસ્ટી હોય છે. અહીંયા નવતડ સમોસા, ચાઈનીઝ સમોસા, રગડા સમોસા ટ્રાય કરી શકો છો
જો તમે તમારા મિત્રો સાથે બેસવા માટે સારુ હેન્ગ આઉટ સ્પોટ શોધી રહ્યા હોવ અને જ્યા ટેસ્ટી સમોસા અને સારી ચા મળતી હોય તો છે ટી પોસ્ટ.
આ અમદાવાદની 42 વર્ષ જુની નાસ્તાની દુકાનોમાંની એક છે. અહીંયા સીટીના બેસ્ટ સમોસાનો તમે આનંદ માણી શકો છો. અહીંયા તમે નવતડ મિક્સ સમોસા, પંજાબી સમોસા, પનીર ચીઝ કોર્ન સમોસા ટ્રાય કરી શકો છો.
આલુ સમોસાથી લઈને કોકનોટ સમોસા સહીત આ જગ્યાએ સમોસાની 50થી વઘુ સમોસાની વેરાયેટી મળે છે. આ સમોસા માટે બેસ્ટ-ગો-ટૂ-પ્લેસ છે.
આ અમદાવાદની યુનીક જગ્યાઓ માંથી એક છે. અહીના છોલે સમોસા ચાટ ખુબ વખાણાય છે. આ જગ્યા પર છોલે, ટેન્ગી ચટણી અને ક્રિસ્પી સમોસાનું પરફેક્ટ બેલેન્સ છે
આ જગ્યા વડાપાવની યુનીક વેરાયટી માટે પ્રખ્યાત છે પરંતુ અહીયા સમોસા અને સમોસા પાવની પણ અનોખી વેરાયટી મળે છે. અહીંયા તમને ચોકલેટ સમોસા પાવ, જંતર મંતર સમોસા પાવ જેવી ડીશનો આનંદ માણી શકો છો.