સવારે ઉઠીને આપણે ફેસવોશ કરતા હોઈએ છે અને ત્યારપછી મોઈશ્ચુરાઈઝર જેથી ફેસ સાફ અને ગ્લોઈંગ રહે છે. આ સિવાય તમે સવારમાં કેટલીક કુદરતી વસ્તુઓ પણ લગાવી શકો છો જે તમારા ચહેરાનો ગ્લો ઓર વધારશે. ચાલો જાણીએ વધુંમાં
પપૈયામાં ઘણા પ્રકારના પોષકત્તવો મળી આવે છે જેવા કે વિટામીન સી વિટામીન એ ફાઈબર, પોટેશિયમ વગેરે. આ ચહેરાને જરુરી પોષકતત્વો પ્રદાન કરે છે.
પપૈયાના પલ્પને તમે ચહેરા પર ફેસ માસ્કની જેમ લગાઈ શકો છો, આ સ્કીન પર રહેલા ડેડ સેલ્સને ખતમ કરવામાં મદદ કરે છે.
સવારે ઉઠીવે તલના તેલને ચહેરા લગાવવાથી સ્કીન સોફ્ટ અને ગ્લોઈંગ બને છે. આ સ્કીન માટે ઘણું સારુ માનવામાં આવે છે.
સવારે ઉઠીને તલના તેલથી ચહેરા પર માલીશ કરો, તલના તેલમાં રહેલું વિટામીન ઈ ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરે છે.
ચહેરા પરની શુષ્કતા ઓછી કરવા માટે નારીયેળનું તેલ ફાયદાકારક છે. આ સ્કીનને મોઈશ્ચયુરાઈઝક રાખવામાં મદદ કરે છે.
સવારે ઉઠીને નારીયેળનું તેલ લગાવવાથી ડ્રાય સ્કીનની સમસ્યા દૂર થાય છે, સાથે જ આ ચહેરા પર ચમક લાવે છે.
હળદર અને મધના પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવું ઘણું ફાયદાકારક રહે છે. આમાં રહેલા એન્ટી-ઈન્ફાલામેટરી ગુણો સ્કીનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સવારે ઉઠીને તમે આ વસ્તુઓ લગાવી શકો છો. સ્ટોરી સારી લાગી હોય તો શેર કરજો અને લાઈફસ્ટાઈલ સંબધિત અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.