પિઝા ખાવો દરેકને પસંદ પડે છે. બાળકોથી લઇને મોટા માણસો દરેકને સ્વાદિષ્ટ પિઝા ખાવો ગમે છે. આજે અમે તમને પિઝા બનાવવાની સરળ રીતે બતાવીશું.
- 4 બન સ્લાઇસ - જીણા કાપેલા ટામેટા - 2 મોટી ચમચી શિમલા મરચા - ડુંગળી - 1 મોટી ચમચી કોર્ન - મીઠું - ઓરિગેનો - ચિલી ફ્લેક્સ - મોજરેલા ચીઝ - ચીઝ સ્લાઇસ - પિઝા સોસ
બન પિઝા બનાવવા માટે સૌથી પહેલા મિક્સિંગ બાઉલ લો. આમા તમામ શાકભાજી, પિઝા સોસ, મીઠું, ચિલી ફ્લેક્સ, ચીઝ અને ઓરિગેનો મિક્સ કરો.
ચીઝને તમે ક્રશ કરીને પણ મિક્સ કરી શકો છો. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો અને પછી બર્ગરના વચ્ચેના ભાગ સારી રીતે ખાલી કરી લો.
બર્ગરનો વચ્ચેનો ભાગ ખાલી કર્યા પછી ચીઝ સ્લાઇસ રાખો. પિઝા માટે તૈયાર કરેલી ટોપિંગ સારી રીતે મૂકો.
ત્યાર બાદ પૈન ગરમ કરવા માટે રાખો. એ વાતનું ધ્યાન રાખો કે ગેસ મધ્યમ હોય. હવે પૈન ગરમ થયા પછી તેમાં એક સ્ટેન્ડ મૂકો.
સ્ટેન્ડ રાખ્યા પછી તેમાં તૈયાર કરેલા બન રાખો. ત્યાર બાદ પૈનને 7થી 8 મિનિટ સુધી ઢાંકીને રાખ્યા બાદ સારી રીતે પકાવો.
સોસ સાથે સર્વ કરો સ્ટફ્ડ બન સારી રીતે બન્યા પછી બહાર કાઢો. તેના ઉપર તમે ચીઝ અને સોસ પણ નાંખી શકો છો, આમ કરવાથી તેનો સ્વાદ વધુ સારો લાગશે.