સાઇકલ ચલાવવી એ ખૂબ જ સારી કસરત છે. ખાસ કરીને મહિલાઓ માટે આ રામબાણ સમાન છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.
રોજ સાઇકલ ચલાવવાથી કેલેરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટે છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો સાઇકલિંગ કરો.
રોજ સાઇકલિંગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, અને ઓક્સિજન શરીરમાં સારી રીતે પહોંચે છે.
સાઇકલિંગ કરવાથી હૃદયના ધબકારા વધી જાય છે, જેનાથી હૃદયની કસરત થાય છે અને રક્ત પ્રવાહ સુધરે છે.
સાઇકલ ચલાવવાથી મસલ્સ મજબૂત બને છે. રોજ લગભગ 30 મિનિટ સાઇકલિંગ તમારી કોર સ્ટ્રેન્થ માટે સારી હોય છે.
સાઇકલ ચલાવવી એક પ્રકારની કસરત છે. સાઇકલ રોજ ચલાવવાથી તણાવ ઘટે છે.
એક રિસર્ચ પ્રમાણે લગભગ 45 મિનિટ સાઇકલિંગ ચલાવવાથી ઇન્સુલિનના સ્તરને ઘટાડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ કસરત ખૂબ જ લાભકારક છે.
રોજ સાઇકલ ચલાવવાથી શરીરના નીચેના ભાગને સુડોળ બનાવે છે અને કમરને મજબૂત કરે છે.