જો તમારા શરીરમા પીત્તનું પ્રમાણ વધી ગયુ હોય તો આ વસ્તુઓ ખાવાથી થશે ફાયદો


By Smith Taral14, May 2024 03:55 PMgujaratijagran.com

ઉનાળામા શરીરને ઠંડક આપવી ઘણી જરૂરી છે, કારણ કે ઉનાળામાં ખરાબ ખાનપાન અને અનિયમીત લાઈફસ્ટાઈલના લીધે શરીરમાં પીત્તનું પ્રમાણ વધી જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સંતુલિત ખોરાક લેવો ઘણું જરૂરી છે. આવો જાણીએ, શેનું સેવન કરીને તમે શરીરમાં પીત્ત દોષ ઘટાડી શકો છો

નાળિયેર પાણી

નાળિયેર પાણીને ઉનાળામાં પીવા માટેનું ઉત્તમ ડ્રીન્ક છે. નારીયેળ પાણીમા પોટેશિયમ અને આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે ગરમીના દિવસોમાં શરીર માટે ઘણુ જરૂરી છે, ઉનાળામાં વધુ પરસેવો થવાથી તમારું શરીર ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવે છે,

તડબૂચ

તડબૂચ ખાવાથી શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે. આ ફળમાં 90 ટકા પાણી હોય છે અને સાથે તેમાં ઈલેક્ટ્રોલાઈટ્સ પણ હોય છે, આ સિવાય તે એન્ટી-ઓક્સીડેન્ટનો પણ સારો સ્ત્રોત છે જે લીવર અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કાકડી

જે વ્યક્તિઓને પેશાબની સમસ્યા હોય તેમની માટે કાકડી ખાવું ફાયદાકારક છે. ઉનાળામાં તમે કાકડીનો જ્યુસ બનાવીને પી શકો છો, તેમાં ફુદીનાના પાન ઉમેરીને આ જ્યુસ પીવાથી ગરમીમાં ઠંડકનો અહેસાસ થાય છે

લીંબુ પાણી

ઉનાળામાં લીંબુ પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે, આ સિવાય તે એક કુદરતી એન્ટીપર્સિપન્ટ છે જે સરળતાથી શરીરમાથી પરસેવો દૂર કરે છે. લીંબુ પાણી પીવાથી પાચન પણ સુધરે છે

લીંબુ પાણી

ઉનાળામાં લીંબુ પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે, આ સિવાય તે એક કુદરતી એન્ટીપર્સિપન્ટ છે જે સરળતાથી શરીરમાથી પરસેવો દૂર કરે છે. લીંબુ પાણી પીવાથી પાચન પણ સુધરે છે

છાશ

છાશ ઉનાળામાં સૌથી વધુ પીવામાં આવતું ડ્રીન્ક છે, આ પીવાથી ઉનાળામાં અત્યંત ઠંડક મળે છે. છાશમાં ચપટી કાળું મીઠું, થોડું ધાણા જીરુ ઉમેરો સાથે તેમા થોડા લીલા ધાણા અથવા ફુદીનાની પેસ્ટ પણ ઉમેરો. આ રીતે તૈયાર કરી છાશ પીવાથી ગરમીમાં ઠંડક મળે છે અને તે પેટ માટે પણ સારું છે

ફણગાવેલી મગની દાળ

ફણગાવેલી મગની દાળ ખાવાથી પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. પીળી મગની દાળ પચવામાં સરળ છે અને રોજ ખાઈ શકાય છે.

ઉનાળામાં તાડફળી ખાવાના ફાયદા જાણી લો