ઉનાળામાં તાડફળી ખાવાના ફાયદા જાણી લો


By Smith Taral14, May 2024 02:49 PMgujaratijagran.com

ઉનાળામાં તડબૂચ, ટેટી જેવા પાણીયુક્ત ફળો ખાવા ઘણા ફાયદાકારક માનવામાં આવે છે, તેવુજ એક ફળ છે તાડફળી છે જેને ઉનાળામાં ખાવું લાભદાયક છે, તેને અંગ્રેજીમાં આઈસ એપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ લીચી જેવું લાગે છે અને તેનો સ્વાદ નારિયેળ જેવો હોય છે. આ ફળમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ આ ફળ ખાવાના અદ્ભૂત ફાયદાઓ વિશે

પોષક તત્વો

આ ફળમાં વિટામિન બી, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ ઝિંક, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે

ડિહાઇડ્રેશન

ઉનાળામાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશની રહેતી હોય છે તેવામાં આ ફળ ખાવું ઘણું ફાયદાકારક છે, આના સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે.

પાચન માટે ફાયદાકારક

તાડગોળામાં વિટામીન સી મોટી માત્રામાં રહેલું હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. જે ઘણા પ્રકારના રોગો અને ચેપથી શરીરને બચાવે છે

પાચન સમસ્યાઓમાં રાહત

તાડફળી ખાવાથી પાચન સંબધિત બિમારીઓથી દૂર રહી શકાય છે, આનાથી કબજિયાત, પેટનું ફૂલવું, એસિડિટી વગેરે જેવી તકલીફમાં રાહત મળે છે. આમા રહેલું ફાઈબર પેટના સ્વાસ્થ્યને જાળવી રાખે છે

પાચન સમસ્યાઓમાં રાહત

તાડફળી ખાવાથી પાચન સંબધિત બિમારીઓથી દૂર રહી શકાય છે, આનાથી કબજિયાત, પેટનું ફૂલવું, એસિડિટી વગેરે જેવી તકલીફમાં રાહત મળે છે. આમા રહેલું ફાઈબર પેટના સ્વાસ્થ્યને જાળવી રાખે છે

ફોલ્લીઓની સમસ્યા

ઉનાળામાં ફોલ્લીઓની સામાન્ય સમસ્યા વધુ જોવા મળે છે. આ ફોલ્લીઓ જ્યારે પરસેવાના સંપર્કમાં આવે છે ત્યારે ખૂબ જ બળતરા થાય છે. આવામાં તાડફળી ખાવાથી બળતરા અને ખંજવાળમા રાહત મેળવી શકાય છે.

Rice Storage Tips: સફેદ ચોખાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ