Rice Storage Tips: સફેદ ચોખાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ


By Vanraj Dabhi14, May 2024 01:25 PMgujaratijagran.com

સફેદ ચોખાને સ્ટોર કરો

ઘણી વખત ચોખામાં જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે. પછી તે ખાવાનું મન થતું નથી. તમે ચોખાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે આ ટિપ્સ અજમાવી શકો છો.

ચોખાને એરટાઈટ કન્ટેનરમાં રાખો

કોઈપણ પોલીથીન કે વાસણમાં ચોખા ક્યારેય ન રાખો,ચોખાને હમેશા એરટાઈટ કન્ટેનરમાં રાખવાથી તે ચોખાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે.

ચોખામાં સૂકું મરચું અને લીમડો નાખો

ચોખાને ડબ્બામાં રાખ્યા બાદ તેમાં લીમડાના પાન અને 6 થી 7 આખા સૂકા મરચા નાખો.તેનાથી ચોખા લાંબા સમય સુધી જંતુઓથી સુરક્ષિત રહેશે.

ચોખાને ફ્રીજમાં રાખો

જો ચોખા જથ્થો ઓછો હોય તો ચોખાને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં રાખી શકો છો.

કાળા મરી નાખો

કાળા મરી નાખો

જો તમારી પાસે સૂકું લાલ મરચું ન હોય તો તમે ચોખામાં આખા કાળા મરીના દાણા પણ ઉમેરી શકો છો.આ જંતુઓને ચોખામાં પ્રવેશતા અટકાવે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Mango Storage Tips: 2 દિવસમાં કેરી સડી જાય છે, આ રીતે કરો સ્ટોર, લાંબા સમય સુધી તાજી રહેશે