Mango Storage Tips: 2 દિવસમાં કેરી સડી જાય છે, આ રીતે કરો સ્ટોર, લાંબા સમય સુધી


By Smith Taral14, May 2024 12:03 PMgujaratijagran.com

ઉનાળો શરૂ થતા જ સૌથી પહેલી ઈચ્છા આપણને કેરી ખાવાની થાય છે, કેરીનો રસ, શેક, શ્રીખંડ, મેન્ગો શેક વગેરે નું સેવન ઉનાળામાં મોટી માત્રામાં કરવામાં આવે છે. પરંતુ ક્યારેક કેરીનો સંગ્રહ કરવો એ મોટી સમસ્યા બની જતી હોય છે, જો તેને વ્યવસ્થિત રીતે સ્ટોર કરવામા ન આવે તો, તે બગડી જાય છે અને સાથે બીજી કેરીને પણ ખરાબ કરે છે. આ સ્ટોરીમાં આપણે કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું જેનાથી લાંબા સમય સુધી તમે કેરીને ફ્રેશ રાખી શકો છો

ફ્રીજમાં રાખો

કેરી લાંબા સમય સુધી તાજી રાખવા માટે કેરીને ફ્રીજમાં રાખો, આ સિવાય કેરીને 5 દિવસ સુધી રેફ્રિજરેટરમાં પણ રાખી શકાય છે. જો ફ્રીજ ન હોય તો વાસણમાં બરફ નાખી તેની ઉપર કેરી રાખી શકાય છે

એરટાઈટ કન્ટેનરમાં

કેરીને ઘરે લાવ્યા પછી ધણો સમય સુધી થઈ ગયો હોય તો તેને ફ્રીઝમાં રાખી શકો છો, અથવા કેરીની છાલ કાઢી, તેને કાપીને એરટાઈટ કન્ટેનરમાં રાખો. આમ કરીને હવે તમે લાંબા સમય સુધી કેરીને ફ્રેશ રાખી શકાય છે

કેરીને કાપી લો

તમે કેરીને કાપીને બરફની ટ્રેમાં મૂકીને ફ્રીઝરમાં ફ્રીઝ કરી શકો છો. હવે તમે આ ફ્રોઝન કેરીનો ઉપયોગ સ્મૂધી, શેક અને આમ પન્ના વગેરે બનાવવામાં કરી શકો છો.

પાણીમાં પલાળી દો

કેરી ઘરે લાવ્યા પછી તેને પાણીમાં પલાળી દો. કેરીને થોડી વાર પાણીમાં પલાળી રાખ્યા પછી જ ખાવી જોઈએ. આનાથી જો કેરી પર પેસ્ટીસાઈડ્સ હોય તો તે સાફ થાય છે, તે સિવાય કેરીનું તાપમાન ઘટે છે અને કેરી ખાવા યોગ્ય બને છે

પાણીમાં પલાળી દો

કેરી ઘરે લાવ્યા પછી તેને પાણીમાં પલાળી દો. કેરીને થોડી વાર પાણીમાં પલાળી રાખ્યા પછી જ ખાવી જોઈએ. આનાથી જો કેરી પર પેસ્ટીસાઈડ્સ હોય તો તે સાફ થાય છે, તે સિવાય કેરીનું તાપમાન ઘટે છે અને કેરી ખાવા યોગ્ય બને છે

Kitchen Cleaning Tips: રસોડાની ટાઈલ્સ કાળી થઈ રહી છે, આ વસ્તુઓનો ઉપયોગ કરો, દરેક ખૂણો ચમકશે.