By Kishan Prajapati08, Jan 2023 06:00 AMgujaratijagran.com
જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃ ઋણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને ઘણી વાર પિતૃ દોષ પણ કહે છે. આવો આજે આપણે જ્યોતિષી ડો. અનિલ મિત્રા અને જ્યોતિષી ડો. આરતી દહિયા પાસેથી તેના નિવારણના ઉપાયો જાણીએ.
ડો. અનિલ મિત્રા અનુસાર જો નવમાઘરમાં સૂર્ય નકારાત્મકથી ઉર્જાથી પીડાય છે તો વ્યકિત પર પિતૃ ઋષ વધી જાય છે. પછી તેને દુર કરવા માટે 7 પેઢીઓ લાગી જાય છે.
જો તમારી ભાવનાઓ અને કર્મ શુધ્ધ હોય તો પિતૃ દોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે.
જો કુંડળીમાં પિતૃ દોષ છે તો તમારે નિયમિત સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.
જો ઘરમાં કોઈ બિમારી હોય અને તમને નકારાત્મક ઉર્જા અનુભવ થતો હોત તો તમારે પુજા સમયે નિયમિત કપુર બાળવું જોઈએ.
ઘરમાં પુજા સમયે તમારે અગરબતી ન બાળવી જોઈએ કેમ કે વાંસ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે પણ તેને બાળવાથી તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.
ઘરમાં નિકળેલ પીપળના ઝાડ પણ સંકેત આપે છે કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. તેના માટે તમારે તેને દૂર કરવા જોઈએ.
અમાવસ્થા તિથિ પર ભગવાન શિવની જરુર પૂજા કરવી જોઈએ. જેનાથી પિતૃ દોષ ઓછા થાય છે.
કાગડાઓને ભોજન કરાવીએ. એવું કહેવાય છે કે પિતૃના રુપમાં કાગડાઓ આપણી પાસે આવે છે. તેના માટે તેમને ભોજન કરાવવું જોઈએ.
પિતૃ દોષનો પ્રભાવને ઓછો કરવા માટે અને તેમની આત્માને શાંતિ આપવા માટે તમે એક વિશેષ મંત્ર ૐ પિતૃ દેવતાય નમ: નો જાપ કરો.
આશા છે કે તમને ઉપર બતાવેલ ઉપાય પસંદ આવ્યા હશે.
અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ Giorgia Andrianiના 7 સૌથી બોલ્ડ લૂક્સ