ચહેરા પિમ્પલ્સ દેખાવા લાગે તો સૌ હેરાન પરેશાન થઈ જાય છે, ઘણીવાર તો કોઈ પ્રંસગે જવાના આગળના દિવસે પિમ્પલ્સ આવી જાય છે અને આપણને નિરાશ કરી દે છે, આવા સમયે તમે કેટલી ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. ચાલો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે
લીંબુનો રસ એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. નાના લીંબુનો રસ કાઢીને પિમ્પલ પર લગાવો અને 15-20 મિનિટ પછી ધોઈ લો.
હળદરમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી, તેને પિમ્પલ પર લગાવી 15-20 મિનિટ સુધી રહેવા દઈ તેને ધોઈ લો.
એન્ટિસેપ્ટિક ગુણો ધરાવતું ગુલાબજળ પિમ્પલ્સ મટાડવામાં મદદ કરે છે. પિમ્પલ્સ પર ગુલાબજળ લગાવી તેને આખી રાત રહેવા દેવાથી પિમ્પલ્સ મટાડી શકાય છે
લીમડા ઘણા બધા ગુણોથી ભરપૂર હોય છે આમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણો રહેલા હોય છે. તેની પેસ્ટ બનાવી પિમ્પલ્સ પર લગાવાથી ઘણો ફાયદો થાય છે.
ખીલ પર એલોવેરા જેલ લગાવી તેને, 20-30 મિનિટ પછી ધોઈ લો.એલોવેરામાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે જે પિમ્પલ્સ મટાડવામાં મદદ કરે છે
કાકડી અને ટામેટાંનો રસ મિક્સ કરીને પિમ્પલ્સ પર લગાવાથી પિમ્પલ્સ ઘટાડવામાં મદદ મળે છે.