જો મોઢામાં ચાંદા પડી જાય ત્યારે ઘણી તકલીફ વેઠવી પડતી હોય છે, ગરમ કે કોઈ પણ તીખું ખાવાથી આ સમસ્યા વધી શકે છે. ઘણીવાર પેટમાં ગરમી વધી જવાથી અથવા ઓછું પાણી પીવાથી આ સમસ્યા થાય છે. આ માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકાય છે, ચાલો જાણીએ વિશે
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખી તેને મોંઢામાં રાખી મુકો, ત્યારપછી આ પછી લવિંગના દાણાને ચાવો આ મોઢાના ચાંદામાં રાહત અપાવી શકે છે.
ગરમ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરી તેના ગાર્ગલ કરો, આમાં રહેલા એન્ટી બેક્ટેરીયલ ગુણો તમને ચાંદા મટાડવામાં મદદ કરશે
મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. મોઢાના ચાંદા પર મધ લગાવો. આ તમને ચાંદાના દુખાવામાં રાહત આપે છે
બટેકાનો રસ કાઢી તેને મોઢાના ચાંદા પર લગાવો. તેનાથી અલ્સરના દુખાવામાં રાહત મળે છે.
મોઢાના ચાંદા પર રોજ થોડું નારિયેળ તેલ લગાવો, આ તેલમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે તમને ચાંદા મટાડવામાં મદદ કરશે