હવે નહિ દેખાય તમારી ગરદન કાળી આ ઘરેલૂ ઉપચાર અજમાવો


By Smith Taral11, Apr 2024 02:05 PMgujaratijagran.com

જ્યારે ચહેરા અને ગરદનનો રંગ અલગ હોય ત્યારે તે એકદમ વિચિત્ર લાગે છે. ઘણાં લોકો ન્હાતી વખતે ગરદનને અવગણી દેતા હોય છે, અને લાંબા સમય સુધી આમ કરવાથી ત્યાં મેલ જામી જાય છે, અને ગરદન કાળી દેખાવા લાગે છે. આને તને કેટલાક ઘરેલુ ઉપચાર વડે દૂર કરી શકો છો. ચાલો જાણીએ એ વિશે

લીંબુનો રસ

લીંબુનો રસ પણ ત્વચા સાફ કરવા માટે કરી શકાય છે. લીંબુનો રસથી ગરદન પર મસાજ કરો અને 15-20 સુધી રાખી તેને ધોઈ લો.

એલોવેરા

એલોવેરા જેલને પણ ઉપયોગમાં લઈ શકાય છે. આની જેલીને તમે ગરદન પર લગાવી હળવા હાથે મસાજ કરો.

ચણાનો લોટ અને દહીં

ચણાનો લોટ ત્વચાના સ્વાસ્થ્ય માટે સૌથી અસરકારક માનવામા આવે છે. ચણાનો લોટમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને ગરદન પર લગાવો, સુકાઈ ગયા પછી હૂંફાળા પાણીથી ધોઈ લો.

આદુનો રસ

આદુનો રસ ગરદનની ત્વચાને સાફ કરવામાં પણ મદદ કરે છે. તેનો રસ ગરદન પર લગાવો અને 10 મિનિટ સુધી રાખો. પછી તેને ધોઈ લો.

બદામ અને મધ

બદામનું તેલ અને મધ મિક્સ કરીને ગરદન પર લગાવાથી પણ ફાયદો થાય છે. આને તમે 20-30 મિનિટ સુધી લગાવી રાખો પછી તેને ધોઈ લો.

દૂધ અને ગુલાબજળ

એક ચમચી દૂધમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને ગરદન પર લાગવાથી પણ ગરદનની કાળાશ દૂર કરી શકાય છે. આ પેસ્ટને 15 મિનીટ સુધી લગાવો અને પછી ધોઈ લો

આ વસ્તુઓ કરવાથી પાચન સમસ્યાઓ મળશે છૂટકારો