વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી ખૂબ જ શુભ મનાય છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા અને સૌભાગ્ય આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પાણીનો કાચબો પાળવો ખૂબ જ શુભ ગણાય છે. જેનાથી તમારા કામ સરળતાથી પૂરા થાય છે.
ઘરમાં સસલું પાળવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને બાળકોને ખરાબ નજરથી બચાવે છે.
કૂતરો સામાન્ય રીતે લોકો પાળતા હોય છે. કૂતરો માલિકને મુસિબતોથી બચાવે છે. તે કાળભૈરવનું વાહન છે. ઘરમાં કોઈ નકારાત્મક બાબત ઘુસી શકતી નથી.
ગાયને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર પ્રાણી કહ્યું છે. તેને ઘરમાં પાળવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ આવે છે.