નેપાળના કાલી ગંડક નદીથી લાવવામાં આવેલી બે વિશાળ શિલા ગુરુવારે ભગવાન રામની નગરી અયોધ્યા પહોંચી
આ બન્ને શિલામાંથી ભગવાન શ્રીરામની બાળ મૂર્તિ તૈયાર કરવામાં આવશે
નેપાળના જનકપુરીથી અયોધ્યા પહોંચેલી આ બન્ને શિલાનું મોટી સંખ્યામાં પ્રજા અને આચાર્યો દ્વારા સ્વાગત કરાયું
શિલાઓના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાધુ સંત પણ દૂર દૂરથી શિલાના દર્શન કરવા આવી રહ્યા છે.
શુક્રવારે શિલાઓનું 51 વૈદિક આચાર્યોએ ધાર્મિક વિધિઓથી પૂજા કરી હતી
સરયુ નદીના કિનારે ચોતરફ હવામાં ઉડતા અબિલ-ગુલાલ તથા જય શ્રીરામના ઉદ્ઘોષ સાથે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું